Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન Google નો આજે 21મો હેપ્પી બર્થ ડે : બનાવ્યુ ખાસ Doodle

જૂના લોગો સાથેનું Google નું સર્ચ પેજ, કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાયુ

નવી દિલ્હી : આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ પોતાનો 21 મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે, ગૂગલે આ ખાસ પ્રસંગને ખૂબ જ રસપ્રદ રીતે ઉજવ્યો છે. ડૂડલમાં 27 સપ્ટેમ્બર 1998 ની તારીખ સાથે ડેસ્કટોપ કમ્પ્યુટરને બતાવવામાં આવ્યું છે. જૂના લોગો સાથેનું Google નું સર્ચ પેજ, કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઇ રહ્યુ છે. આ કેરીકેચરમાં તે યુગનાં કમ્પ્યુટર્સ ઉપરાંત માઉસ અને પ્રિંટર છે.

   વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ, સપ્ટેમ્બર 1998 માં બે મિત્રો Larry Page અને Sergey Brin દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. Larry Page અને Sergey Brin કેલિફોર્નિયાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનાં પીએચ.ડી. વિદ્યાર્થીઓ હતા. પોતાના 15 માં જન્મદિવસ પર, ગૂગલે જ કહ્યું હતું કે ગૂગલનો અસલ જન્મદિવસ ક્યારે છે તે કંપનીને ખબર નથી, પરંતુ સત્તાવાર નોંધણીને લીધે, કંપની પોતાને 27 સપ્ટેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ માને છે.

   શરૂઆતમાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટમાં ગૂગલ વેબસાઇટ માટે એક પેજ બનાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે સર્ચ એન્જિન ગૂગલનું નામ 'Googol' શબ્દની ખોટી જોડણી હોવાને કારણે રાખવામાં આવ્યું છે. Google.com 15 સપ્ટેમ્બર, 1997 નાં રોજ ડોમેન નામ તરીકે નોંધાયેલું હતું.

(11:43 am IST)