Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

દારૂના રસિયાઓ માટે માઠા સમાચારઃ મહારાષ્ટ્રમાં આવતા મહિને આઠ દિવસ ડ્રાઇ ડે

મુંબઇ, તા.૨૭:  આવતો મહિનો દારૂના રસિયાઓ માટે થોડો મુશ્કેલીભર્યો રહેશે, કારણ કે ઘણા વર્ષો બાદ ઓકટોબર મહિનામાં સૌથી વધુ આઠ ડ્રાય ડે આવી રહ્યા છે. ઓકટોબરમાં વિધાનસભાની ચૂંટણી, મતગણતરી, દશેરા, દિવાળી તેમ જ ગાંધી જયંતિ જેવા મોટા પર્વ આવી રહ્યા હોવાથી મહારાષ્ટ્રમાં આઠ દિવસ ડ્રાઇ ડે રહેશે.

અત્યારથી જ દારૂની ખરીદી અને વિક્રી પર પોલીસ પ્રશાસન ચાંપતી નજર રાખી રહ્યું છે. બીજી ઓકટોબરના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી અને દેશી દારૂની દુકાનો સહિત તાડી વિક્રી કરનારી દુકાનો પણ બંધ રહેશે.

ચૂંટણીના બે દિવસ પહેલા દારૂના વેચાણ પર રોક લાગાવાશે. ૨૧ ઓકટોબરના રોજ ચૂંટણી હોવાથી ૧૯, ૨૦ અને ૨૧ તારીખે ડ્રાઇ ડે રહેશે અને ૨૪ તારીખે મતગણતરી હોવાથી ત્યારે પણ દારૂનું વેચાણ થશે નહીં. ઉપરાંત ૨૭ ઓકટોબરના રોજ દિવાળી અને ૧૩મી ઓકટોબરના રોજ વાલ્મીકિ જયંતિ હોવાથી શરાબની દુકાનો બંધ રહેશે.

(11:28 am IST)