Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નાસાએ જારી કરી તસ્વીરો

ચંદ્રયાન-રનાં લેંડર વિક્રમનું થયું'તું હાર્ડ લેન્ડીંગ

લેન્ડર વિક્રમના લોકેશનને લઇને નાસાએ કોઇ માહિતી આપી નથી

વોશીંગ્ટન, તા.૨૭: અમેરિકન સ્પેસ એજન્સી ફખ્લ્ખ્એ ચંદ્રયાન-૨ના લેન્ડની કેટલીક હાઇ રિઝોલ્યુશન તસવીરો જાહેર કરી છે. તસવીરોના આધાર પર નાસાનું કહેવું છે કે ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું. નાસાના હાઇ રિઝોલ્યુશન ઇમેજ તેના લૂનાર ઓર્બિટર કેમેરા દ્વારા ખેંચેલી છે. ચંદ્રમાની જે સપાટી પર અત્યાર સુધી કોઇએ પગ મૂકયો નહોતો તે મહત્વકાંક્ષી પ્રોજેકટ ચંદ્રયાન-૨નું લેન્ડિંગ થવાનું હતું, ત્યાં લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું.

વિક્રમ લેન્ડર મોડયુલે એક સમતળ સપાટી પર લેન્ડિંગની કોશિષ કરી, પરંતુ આ આશા પ્રમાણે થઇ શકયું નહીં. ત્યારબાદ ૭જ્રાક સપ્ટેમ્બરના રોજ ઇસરોની સાથે નાસાનું કનેકશન સંપૂર્ણપણે ખત્મ થઇ ગયું. નાસાની તરપથી નિવેદન રજૂ કરાયું છે કે ચંદ્રની સપાટી પર નાસાનું હાર્ડ લેન્ડિંગ થયું છે, એ સ્પષ્ટ છે. સ્પેસક્રાફટ કોઇ લોકેશન પર લેન્ડ થયું તે હજુ ચોક્કસ પણ કરી શકાય નહીં. તસવીરો કેન્દ્રથી ૧૫૦ કિલોમીટર દૂરથી લેવાઇ છે.

આપને જણાવી દઇએ કે ૭મી સપ્ટેમ્બરના રોજ લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનું હતું. ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરવાનો ભારતનો આ પહેલો પ્રયાસ હતો. અમેરિકન સ્પેસ એજન્સીના મતે લેન્ડિંગ સાઇટ પરથી ૧૭મી સપ્ટેમ્બરના રોજ એલઆરઓ પાસે થયું અને હાઇ રિઝોલ્યુશન તસવીરો ત્યાંથી લીધી છે. હજુ સુધી એલઆરઓની ટીમને ઇમેજ અને લેન્ડરનું લોકેશન ખબર પડી શકી નથી.

(11:27 am IST)