Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

આવકવેરા વિભાગના રડાર પર ૪ લાખ કરદાતાઃ ૧ લાખને નોટિસ

કરદાતાઓને ૧૫ દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા.૨૭: દેશના ચાર લાખ કરદાતાઓ આવકવેરા વિભાગના રડાર પર છે. વિભાગે અત્યાર સુધી એક લાખ કરદાતાઓને નોટિસ ફટકારી છે. આ નોટિક આવકવેરા રિટર્ન ફાઇલ કરવા સાથે સંલગ્ન ખામીઓ માટે મોકલવામાં આવી છે. આ કાર્યવાહી આવકવેરા વિભાગની નવી ફેસલેસ સ્કીમના લાગુ થયા બાદ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે એક લાખ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે તેમને ૧૫ દિવસની અંદર રિટર્ન ફાઇલ કરવામાં અનિયમિતતાઓ અંગે જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે આ કાર્યવાહી સ્ક્રૂટિની નોટિસ મોકલવાની તારીખ (૩૦ સપ્ટેમ્બર) પહેલા કરી છે. કરદાતોઓને મોકલવામાં કુલ નોટિસમાંથી ૧૦ હજાર નોટિસ ડિલીવર થઇ નથી અથવા પરત આવી છે.

નાણાં મંત્રાલયે હાલમાં જ આ નાણાંકીય વર્ષ માટે કમ્પ્યૂટર એસ્સિટેડ સ્ક્રૂટિની સિલેકશન(સીએએસએસે) એટલે કે ઇ-અસેસમેન્ટની વ્યવસ્થા કરી હતી. આ મુજબ, સ્ક્રૂટિનીના ૧૦૦ માપદંડ નક્કી કરાયા છે. કરદાતાઓને આ માપદંડના આધારે જ નોટિસ મોકલવામાં આવી છે.

(11:26 am IST)