Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સહકારી બેંકોને નિયામકના દાયરામાં લાવવા તૈયારી

સહકારી બેંકોમાં સમાપ્ત થશે રાજકીય ચંચૂપાત

નવી દિલ્હી, તા. ર૭ : પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક (પીએમસી) પર છવાયેલા સંકટના વાદળો દૂર કરવાની સાથે જ સરકાર આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેના હેઠળ કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રની નિયમન પ્રક્રિયામાં ફેરફાર કરશે અને તેને પણ આરબીઆઇ જેવા કોઇ નિયામકના દાયરામાં લાવી શકે છે જેથી તેના પર થતી રાજકીય દખલગીરી પર અંકુશ મૂકી શકાય.

કેન્દ્રીય નાણામંત્રાલયના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર એ પણ જાણવાની કોશિષ કરી રહી છે કે શું આ બેંકોની ઉપયોગીતા સમાપ્ત થઇ ગઇ છે. આમ તો સરકારી બેંકોની પહોંચ ગામે ગામ પહોંચવા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ બેંકો સ્થાપિત થવાથી તેની ઉપયોગિતા પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે અત્યારે તો પીએમસી બેંક સંકટના મૂળીયા સુધી જવાની કોશિષ થઇ રહી છે. આવું બનવા માટેના કારણોની તપાસ થઇ રહી છે. તેમણે સંકેત આપ્યો કે સરકાર કોઇ પણ ભોગે સહકારી બેંકોનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવા માંગે છે જેથી ડીપોઝીટરોના હિતો સુરક્ષિત રહે.

(11:26 am IST)