Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

તાજમહાલ નિહાળી તેની ખુબસુરતીમાં લીન થઈ ગઈ ૧૪ દેશોની સુપર મોડેલ્સ

દિલ્હીમાં યોજાનાર મિસિસ સુપર મોડેલ વર્લ્ડવાઈડ ૨૦૧૯ના ફાઈનલ પહેલા ૧૪ દેશોની સુંદરી ગઈકાલે આગ્રા પહોંચી હતી જ્યાં તેઓએ તાજનો દીદાર કર્યો હતો. આ દરમ્યાન હોંશભેર ફોટોગ્રાફી પણ કરી હતી. આ સુંદરીઓમાં ભારતીય પણ છે ઉપરાંત એસ્ટોનિયા, મ્યાંમાર, કેનેડા, તુર્કી, ક્રીમીયા, ન્યુઝીલેન્ડ, લેબેનોન, બેલ્જીયમ, ઈઝરાયલ, કઝાકિસ્તાન અને શ્રીલંકાની સુંદરી પણ તસ્વીરમાં દેખાય છે.

(10:58 am IST)