Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

તહેવારોમાં રાંધણ ગેસની અછતની શકયતા

સાઉદી ઓઇલ કંપની ઉપર હુમલા બાદ સપ્લાય ઘટીઃ અનેક રાજયોમાં બેકલોગ વધી ગયોઃ ૧૦-૧પ દિવસે બાટલો મળે છે

નવી દિલ્હી તા. ર૭ :.. દેશના ઘણાં રાજયોમાં આ તહેવારોની મોસમમાં રાંધણ ગેસની રામાયણ થવાની શકયતા છે. આનુ કારણ સાઉદી અરબની રીફાઇનરી પર થયેલા હૂમલા છે. ઉદ્યોગ સુત્રો અનુસાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ અને ગોવામાં સીલીન્ડર ન અપાયા હોય તેવા બુકીંગની સંખ્યા વધી ગઇ છે. એક એલપીજી વિતરકે જણાવ્યું કે કેટલાક રાજયોમાં વધી ગઇ છે. એક એલપીજી વિતરકે જણાવ્યું કે કેટલાક રાજયોમાં અત્યારે બુકીંગ કરાવ્યા પછી સીલીન્ડર ૧૦ થી ૧પ દિવસે મળે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે આવી રહી છે. ત્યારે એલપીજી સીલીન્ડરોની અછતથી સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બેકલોગ પુરૂ કરવા સરકારે અબુધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી એલપીજીના બે વધારાના કાર્ગો મંગાવ્યા છે. પણ તેને પહોંચતા ૧૦ દિવસ લાગી શકે છે.

ચીન પછી ભારત વિશ્વનો બીજો મોટો એલપીજી વપરાશ કરતો દેશ છે. ર૦૧૮-૧૯ માં ભારતમાં કુલ ર.૪૯ કરોડ ટન એલપીજીનો વપરાશ થયો હતો. જેમાંથી પ૧.૪ ટકા એટલે કે ૧.ર૮ કરોડ ટનનું ઉત્પાદન દેશમાંથી થયુ હતું અને બાકીનો ગેસ આયાત કરવો પડયો હતો.

અછત બાબતે આઇઓસીના એક અધિકારીએ કહયું કે તહેવારોમાં ગ્રાહકોને કોઇ પ્રકારની તકલીફ નહીં પડે. અબુધાબીથી આવનાર કાર્ગો ટૂંક સમયમાં પહોંચી જશે. અન્ય એક અધિકારીએ કહયું કે ચૂંટણી વાળા રાજય મહારાષ્ટ્ર અને હરિયાણા પર ખાસ ધ્યાન અપાશે. (પ-૭)

 

(10:57 am IST)