Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બ્રિટાનીયા એન્ડ કંપની રેસ્ટોરન્ટના સહમાલિક બોમન કોહિનૂરનું ૯૭ વર્ષની ઉંમરે નિધન થયું

 મુંબઇના ઇરાની-પારસી રેસ્ટોરન્ટ બ્રિટાનીયા એન્ડ કંપનીના સહ માલિક બોમન રાશિદ કોહીનુરનુ બુધવારના રોજ પારસી જનરલ હોસ્પિટલમાં ૯૭ વર્ષની ઉમરમાં નિધન થઇ ગયુ. હોસ્પિટલના જણાવ્યા અનુસાર તે હ્ય્દય સંબંધી બિમારીઓથી પીડિત હતા. ૧૯ર૩ મા એક દુર્ઘટનામા પિતાના નિધન પછી બોમન ૧૬ વર્ષની ઉંમરથી રેસ્ટોરન્ટ સંભાળી રહ્યા હતા.  કોહિનૂર ર૦૧૬ માં ડયૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજને પણ મળ્યા હતા.

(12:00 am IST)