Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પઠાણકોટ એરબેઝ ઉપર આતંકી હુમલાનું એલર્ટ જાહેર:કમાન્ડો કંપની સાથે ચુસ્ત સુરક્ષા ગોઠવાઇ

એન્ટ્રી પોઇન્ટ પર તમામ વાહનોનું ચેકિંગ : રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન

 

નવી દિલ્હીઆતંકવાદીઓ દ્વારા હુમલાના એલર્ટને લઇ પંજાબના પઠાનકોટ એરબેઝ પર હાઇએલર્ટ જાહેર કરાયું છે પઠાનકોટના મામૂન મિલિટ્રી સ્ટેશન, માધોપુર કેન્ટ, અને પઠાનકોટ એરબેઝ આતંકવાદીઓના નિશાને છે. ત્યારે પઠાનકોટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એન્ટ્રી પોઇન્ટ પર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પઠાનકોટમાં બે કમાન્ડો કંપની તૈનાત કરી દેવાઇ છે.

પોલીસે કમાન્ડોની ટુકડીને સાથે રાખીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત મહત્વના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ગુપ્તચર વિભાગે એલર્ટ આપ્યું છે કે દેશના પાંચ એરબેઝને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. જૈશ--મોહમ્મદના આઠથી 10 આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના રાજ્યોમાં આતંકી હુમલાને અંજામ આપી શકે છે.

(1:14 am IST)