Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

''શ્રી મહાલક્ષ્મી સરનાવરથિ ઉત્સવ'': અમેરિકામાં નોવી મિચિગન મુકામે આવેલા શ્રી વેંકટેશ્વર ટેમ્પલના ઉપક્રમે ૨૯ સપ્ટેં. થી ૭ ઓકટો ૨૦૧૯ દરમિયાન ઉજવાનારો ઉત્સવઃ ધનલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી સહિતના શ્રી મહાલક્ષ્મીના વિવિધ સ્વરૂપોનું પૂજન તથા અર્ચન કરાશે

મિચિગનઃ યુ.એસ.માં નોવી મિચીગન મુકામે આવેલા શ્રી વેંકટેશ્વર ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો. દરમિયાન શ્રી મહાલક્ષ્મી સરનાવરથિ ઉત્સવ ઉજવાશે. જે અંતર્ગત દરરોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૮-૩૦ વાગ્યા દરમિયાન શ્રી મહાલક્ષ્મી પૂજા કરાશે. જેમાં આદિ લક્ષ્મી અલંકારમ ઘાણાં તથા ધાન્ય લક્ષ્મી  અલંકારમ, ધૈર્ય લક્ષ્મી અલંકારમ, વિદ્યા લક્ષ્મી, સંતાન લક્ષ્મી, તેમજ વિજય લક્ષ્મી અલંકારમ સ્ત્રોતનું પઠન થશે.

ત્યાર પહેલા ૨૭ સપ્ટેં.ના રોજ સાંજે ૭.૧૫ થી રાત્રિના ૮.૧૫ દરમિયાન મહાલક્ષ્મી કુમકુમ અર્ચના ૨૮ સપ્ટેં.ના રોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન ગણેશ અભિષેકમનું આયોજન કરાયું છે.

(9:38 pm IST)