Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

કોંગો ફિવર એક વાયરસજન્ય જ રોગ : હેલ્થ કમિશનર રવિ

ઇતરડીના કરડવાથી ફેલાતો રોગ છેઃ વાયરસ જન્ય રોગમાં ગંભીર રક્તસ્ત્રાવ થાય છે : રોગના પરિણામે મૃત્યુદર ઓછો : ૨૦૧૧માં દેશમાં પ્રથમ કેસ

નવી દિલ્હી, તા. ૯: ક્રિમિયન કોન્ગો હેમર હેજીક ફિવર અથવા તો સીસીએચએફ રોગના સંદર્ભમાં માહિતી આપતા આરોગ્ય કમિશનર ડોક્ટર જ્યંતિ રવિએ કહ્યું છે કે, રોગે ઇતરડીના કરડવાથી ફેલાતો વાયરસ જન્ય રોગ છે. જેમાં તાવ સાથે ગંભીર રક્તસ્ત્રાવ પણ થાય છે. રોગના પરિણામે મૃત્યુ દર ૧૦ થી ૪૦ ટકા જેટલો જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા બાલકન્સ, મધ્ય પૂર્વ ઝોન અને એશિયાના દેશોમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં ૨૦૧૧માં આ રોગ જોવા મળ્યો હતો. આ રોગના વાયરસ ઘેટા, ઢોર અને બકરા જેવા સ્થાનિક પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં આ રોગના લક્ષણો જોવા મળતા નથી.આ રોગના વાયરસનો મનુષ્યમાં ફેલાવો ટીકના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પાણીના રક્ત કે પેશીઓના સંપર્કમાં આવવાથી મોટાભાગના પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જેવા કે ખેડૂત કતલખાનામાં કામ કરતા અને પશુચિકિત્સકોને રોગ લાગવાનો ભય હોય છે. તેમણે ઉમેર્યુ કે વ્યક્તિ થી વ્યક્તિના લોહી, સ્ત્રાવ અંગોઅથવા શારિરીક પ્રવાહીના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે.

હોસ્પિટલમાં આ ચેપ લાગવાના કારણોમાં તબીબી સાધનોનું આરોગ્ય સ્ટરીલાઇઝૈશન, નીડલ અને દૂષિત તબીબી સાધનોના પુનઃવપરાશના લીધે થતો હોય છે. આ રોગના ઇન્ક્યુરેશન પીરીયડ સામાન્ય રીતે ૩થી ૧૪ દિવસનો હોય છે. જેમાં તાવ, સ્નાયુનો દુખાવો, ચક્કર ગરદનમાં દુખાવો અને જડતા પીઠ માથાનો દુખાવો, લાલ આંખો અને ફોટોફોબિયાનો સમાવેશ થાય છે.  શરૂઆતમાં ઉબકા-ઉલટી, ઝાડા, પેટનો દુખાવો, અને ગળામાં દુખાવો જોવા મળે છે. ત્યારબાદ મુંઝવણ થયા બાદ બે ચાર દિવસ પછી ડિપ્રેશન, અનિંદ્રા અને શિથિલતા જોવા મળે છે.

(12:00 am IST)