Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

લો બોલો ! રક્ષાબંધનના દિવસે પોતાના પતિની 'બહેન' બની ગઇ પત્નીઓ

ગૌતમબુધ્ધનગર જિલ્લાની જેલમાં અનેક પત્નીઓ પોતાને બહેન જણાવીને પતિઓને મળવા પહોંચી

ગ્રેટર નોઈડા તા. ૨૭ : રક્ષાબંધનના રોજ લુકસર સ્થિત ગૌતમબુદ્ઘનગર જિલ્લાની જેલમાં અનેક પત્નીઓ પોતાને બહેન જણાવીને પતિઓને મળવા પહોંચી ગઈ. વર્ષોથી જેલમાં બંધ પતિએ જેલના પાર્કમાં પત્નીને જોઈ તો ગળે વળગી પડ્યા. આ જોતાની સાથે જ તેમની પોલ ખુલી ગઈ.

પોલ ખુલી ગયા પછી મહિલાઓને બહાર નીકાળવામાં આવી હતી. આ સિવાય રક્ષાબંધન પર અનેક મુસ્લિમ મહિલાઓ પણ ભાઈઓને મળવા રાખડી લઈને પહોંચી હતી. જેલ પ્રશાસને તેમની પણ મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લાની જેલમાં રવિવારના રોજ રક્ષાબંધન પર કેદીઓ અને તેમની બહેનની મુલાકાત કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૫૧ પોલીસકર્મી વધારાના તૈનાત કરવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી ૨૦૦૦થી વધારે મહિલાઓ જેલમાં કેદ પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. તેમાંથી ૧૦૦થી વધારે મુસ્લિમ મહિલાઓએ પણ જેલમાં પહોંચીને પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી.

આ મોકાનો લાભ ઉઠાવીને અનેક મહિલાઓ બહેન બનીને પોતાના પતિને મળવા પહોંચી હતી. પતિ-પત્ની જયારે એકબીજાને મળવા લાગી તો પોલીસકર્મીઓને શંકા ગઈ. અનેક કેદીઓએ પોતાના સાથી કેદીઓ વિષે પ્રશાસનને ફરિયાદ કરી કે જે મહિલાઓ તેમને મળવા આવી છે તે બહેન નહીં, પણ પત્ની છે. ત્યારપછી પત્નીઓની ઓળખ કરીને તેમને બહાર કરવામાં આવી.(૨૧.૨૪)

(3:53 pm IST)