Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

દેશના મહાનગરોમાં ડીઝલનો ભાવ આસમાને :પેટ્રોલની કિંમત સર્વોચ્ચ લેવલની નજીક

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે જયારે પેટ્રોલની કિંમત પણ પોતાના સર્વોચ્ચ લેવલની નજીક પહોંચી ગઇ છે.

   ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ મુજબ દિલ્હીની સાથે ચેન્નાઇ અને કોલકત્તામાં પણ ડીઝલની કિંમત તેના રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી છે. રવિવારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો .

 દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને 69.32 રૂપિયા પહોંચી ગઇ. જ્યારે  કે કોલકત્તામાં ડિઝલની કિંમત 72.16 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત  11 પૈસા વધીને 77.78 રૂપિયા થઇ છે. જ્યારે કે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 85.20 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે.

(9:14 am IST)