Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

હવે પોર્નોગ્રાફી કેસમાં ગુજરાતમાં કુંદ્રાનાં ખુલશે ‘રાઝ’ : શિલ્પા શેટ્ટીનાં ગેજેટ્સ ગાંધીનગર FSLમાં સ્કેન કરાશે

શિલ્પા શેટ્ટીનો ફોન,લેપટોપ અને આઈપેડ હાલ જપ્ત કરી એફએસએલમાં મોકલાયા

મુંબઈ : પોર્નોગ્રાફી પ્રકરણમાં શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે ત્યારે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો ફોન,લેપટોપ અને આઈપેડ હાલ જપ્ત કરી લેવાયા છે અને તેને તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. બે થી ત્રણ દિવસમાં તમામ રાઝ ખુલશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે બોલિવૂડની કેટલી અભિનેત્રીઓ આ રેકેટમાં સંડોવાયેલી છે તે દિશામાં હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તાજેતરમાં જ જ્યારે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેને પત્રકાર પરિષદથી શિલ્પા શેટ્ટીના રાજ કુંદ્રાના વ્યવસાયમાં સામેલ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અભિનેત્રીની એમાં કોઈ ભૂમિકા મળી નથી, પરંતુ તેની તપાસ ચાલુ છે.

જો કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીના ઘરેથી તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી લીધી છે અને તમામ ગેજેટ્સને ગુજરાત ગાંધીનગર ખાતે તપાસમાં મોકલામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ તમામ વસ્તુઓની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.જેમાં મોબાઈલ ચેટિંગ દરમિયાન રાજ કુન્દ્રા અને અશ્લીલ ફિલ્મોને લગતી તેમજ આ બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક વાત સામે આવી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ક્રાઈમ બ્રાન્ચ માટે અનેક ભેદો ખોલી શકે છે. આ કેસમાં રાજ કુન્દ્રા અને તેની આજુબાજુ જોડાયેલી દરેક વ્યક્તિની તપાસ બારીકાઈથી કરવામાં આવી રહી છે.

શિલ્પા શેટ્ટીની આ કેસમાં સંડોવણી છે કે કેમ? રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ બનાવતો હતો એની જાણ પણ શિલ્પાને હતી કે કેમ? એ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે પતિ રાજ કુન્દ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીઝમાં શિલ્પાએ રાજીનામું આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. શિલ્પા ત્યાં ડાયરેક્ટર હતી અને વિઆન થકી પોર્ન ફિલ્મો ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ થતું હતું. ત્યારે આ દિશા તરફ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:32 pm IST)