Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યુપીમાં શરદ પવાર અને અખિલેશ યાદવ સાથે મળીને ચૂંટણી લડશે

યુપીમાં ભાજપને હરાવવા કમર કસતા વિપક્ષો : એનસીપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ થવાની શક્યતા, પવાર અને અખિલેશ વચ્ચે ફોન પર ચર્ચા થઈ

 

લખનૌ, તા.૨૭ : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીઓ માટે રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. દરેક પક્ષ પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે પ્રકારના સંજોગોમાં હવે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની યુપીના રાજકારણમાં એન્ટ્રી થઈ છે.

યુપીમાં વખતે એનસીપી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે. માટે એનસીપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ થવાની શક્યતાઓ છે. એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ કે કે શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, યુપીમાં અમારી પાર્ટી ચૂંટણી લડશે અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપને હરાવશે. જે પણ પાર્ટી સમાન વિચારધારા ધરાવે છે તેની સાથે અમે જોડાણ કરવાના છે.

બેઠકો અંગે જોકે હજી સુધી કોઈ કર્ચા નથી થઈ પણ શરદ પવાર અને અખિલેશ યાદવ વચ્ચે ફોન પર ચર્ચા થઈ ચુકી છે. કે કે શર્માએ કહ્યુ હતુ કે ,યુપીની હાલની સરકાર લોકશાહી માટે ખતરો છે. જે પણ સરકાર સામે અવાજ ઉઠાવે છે તેનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. યુપીમાં લોકો રોજગાર માટે ભટકી રહ્યા છે. લોકોના ઘણા પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો. તેના પર અમારે કામ કરવાનુ છે.

(7:32 pm IST)