Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

એક ઇંચ જમીન પણ મિઝોરમને નહીં આપીએઃ સરહદ વિવાદ વચ્‍ચે આસામના મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા સરમાનું નિવેદન

સરહદો ઉપર ઉભેલા તમામ જવાનોને સરકાર એક મહિનાનું વધારાનું વેતન આપશે

દિસપુર: મિઝોરમ સાથે સરહદ વિવાદ વચ્ચે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટ કરી દીધુ છે કે જમીનનો એક ઇંચ પણ મિઝોરમને નહી આપવામાં આવે. સોમવારે રાત્રે બન્ને રાજ્યની સરહદ પર થયેલી હિંસક અથડામણમાં આસામ પોલીસના 5 જવાન અને એક નાગરિકનું મોત થયુ હતું.
સરમાએ હિંસામાં જીવ ગુમાવનારા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ આસામ સરકારે પીડિતોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
સિલચર પહોચેલા સરમાએ કહ્યુ, ‘આસામનું એક ઇંચ પણ છોડવામાં નહી આવે અને સરહદો પર ઉભેલા તમામ જવાનોને આસામ સરકાર તરફથી એક મહિનાનું વધારાનું વેતન આપવામાં આવશે, તેમણે કહ્યુ, મે મેઘાલયના મુખ્યમંત્રી સાથે 6 વખત વાત કરી છે. વિકાસ માટે આ રીતના મુદ્દાને હલ કરવો જોઇએ, જે ક્ષણે ગોળીબાર શરૂ થયો, મે મેઘાલયના મુખ્યમંત્રીને નિયંત્રિત કરવા કહ્યુ છે.
ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત
આસામ સરકારે પાંચ પોલીસ કર્મી અને એક નાગરિકના મોત બાદ રાજ્યમાં મંગળવારથી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધો ઝુકેલો રહેશે અને કોઇ સાર્વજનિક કાર્યક્રમ નહી યોજાય.
આ દરમિયાન સરમાએ મિઝોરમ સરકાર પર આરોપ લગાવ્યા છે, તેમણે કહ્યુ, અમે ચર્ચા કરી અને નવી ચોકી સાથે જોડાયેલા મુદ્દાને હલ કરવાની અપીલ કરી છે. 30 મિનિટના ગોળીબારમાં એલએમજીનો ઉપયોગ કરવામાં આવ્યો. અમે આ વાતને સુનિશ્ચિત કરીશુ કે ભવિષ્યની પેઢી માટે આસામ અને મિઝોરમના જંગલી વિસ્તાર બચ્યા રહેશે. સેટેલાઇટની તસવીરો બતાવે છે કે મિઝોરમે આ વિસ્તારમાં કેટલીક વસ્તી બનાવી છે. આ રિઝર્વ ફોરેસ્ટને સંરક્ષિત કરવાની જરૂર છે.
આ પહેલા સરમાએ દાવો કર્યો હતો કે અથડામણ દરમિયાન 6 પોલીસ કર્મીઓના મોત થયા હતા. બન્ને રાજ્ય તરફથી જંગલના વિસ્તારમાં અતિક્રમણનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો, જેને કારણે સરહદ પર હિંસા વધી હતી જેમાં આસામના પાંચ પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાના બે દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને સરહદ વિવાદ હલ કરવાની વાત કરી હતી.

(5:07 pm IST)