Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભુખ્યા વાનરોએ મચાવ્યો હંગામો

અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું: ચાર મીનિટ માટે લગાવ્યો ટ્રાફિક જામ

બેંગ્કોક, તા.૨૭: વાંદરાઓને જોઈને સૌ કોઈ તેનાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે, કારણ કે આ જાનવર ગમે ત્યારે હુમલો કરી દે કંઈ નક્કી નહીં. પણ જો એક સાથે કેટલાય વાનરોનું ટોળુ આપની સામે આવી જાય તો*કંઈક આવો નજારો થાઈલેન્ડના રસ્તાઓ પર જોવા મળ્યો હતો. જયાં એક સાથે કેટલાય વાનરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કારણ પણ કંઈક એવુ જ હતું જેના કારણે વાનરોની આખો ફૌજ એક સાથે રસ્તા પર ઉતરી આવી.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અહીં વાનરોને નજીકમાં આવેલા મંદિરમાં મોટી સંખ્યામાં ટૂરીસ્ટો આવતા હોય છે, જે ખાવાનું આપતા હોય છે. પણ કોરોના વાયરસના કારણે હવે આ મંદિરોમાં કોઈ આવતા નથી. એટલુ જ નહીં લોપબુરીમાં વાનરોએ જયારે મંદિરમાં ખાવાનું નથી મળતુ તેના કારણે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જયાં લોકોએ પણ તેને જોવા માટે ભીડ એકઠી કરી હતી. રસ્તા પર લઈ રહેલા વાનરોના કારણે લગભગ ચાર મિનીટ જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અહીં વાનરોએ કોઈ પણ વાહનોને આગળ વધવા દીધા નહોતા. ખાવાની કમીના કારણે વાનરો અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા હતા. કેટલીય વાર તો કોઈ એક થેલી દેખાય તો, વાનરો હુમલા કરી દેતા હોય છે. ટૂરીસ્ટોના કમીના કારણે હવે વાનરો ભૂખ્યા રહે છે અને ખાવાની વસ્તુઓ શોધતા રહે છે. અધિકારીઓને મોટા પાયે નસબંધી કાર્યક્રમ ચલાવીને વાનરોની સંખ્યા નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

(3:53 pm IST)