Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ખરાબ પરફોર્મન્સથી વહેલા મળશે રિટાયર્ટમેન્ટ

મોદી સરકાર સરકારી કર્મચારીઓને આપશે મોટો ઝટકોઃ ખરાબ પરફોર્મન્સ છીનવી શકે છે નોકરી

કેન્દ્ર સરકારની અંડર સેક્રેટરી લેવલના ઓફિસરોના રિવ્યૂનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૨૭: વિકાસની ઝડપને તેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર હવે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. સરકારે અંડર સેક્રેટરી લેવલના ઓફિસરોના રિવ્યૂનો આદેશ આપ્યો છે. આ રિવ્યૂ નબળુ પરફોર્મ કરનાર કેન્દ્ર કર્મચારીઓ અને ૫૦ વર્ષથી વધુની ઉંમર પાર કરી ચુરેલા અધિકારીઓનું હશે. માનવામાં આવી રહ્યું છે કે અંડરપરફોર્મ કરનાર અધિકારીઓ પર કેન્દ્ર સરકાર એકશન લઈ શકે છે.

જે પ્રકારની એકસરસાઈઝ કરવામાં આવી રહી છે તે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગઈ વખતે જયારે આવુ થયું હતું ત્યારે ટેકસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓને સમય પહેલા રિટાયર કરી દેવામાં આવ્યા હતા. જેમનું પરફોર્મન્સ ખરાબ હતું. પરફોર્મન્સને નક્કી કરવાનો જે આધાર બનાવવામાં આવ્યો છે. તેમાં રજાઓની સંખ્યા, પ્રોપર્ટી અથવા ટ્રાન્ઝેકશન પર શંકા, મેડિકલ હેલ્થ જેવી વસ્તુઓની ગણતરી કરવામાં આવી છે.

જોકે તેમાં રાહતની વાત એ કર્મચારીઓ માટે છે જેમને રિટાયરમેન્ટ માટે ફકત એક વર્ષનો સમય જ બાકી હશે. એવામાં તેમને સમય પહેલા રિટાયર્ડ નહીં કરવામાં આવે. આ સંપૂર્ણ રિવ્યૂ વખતે અંડર સેક્રેટરી લેવલના દરેકના રેકોર્ડને જોવામાં આવશે. સરકારે જણાવ્યા અનુસાર સર્વિસ રેકોર્ડમાં અધિકારીને મળેલા ટાર્ગેટ ઉપરાંત ફાઈલ કિલયર, પેપર સબમિટ સહિત અન્ય વસ્તુઓને પણ માપવામાં આવશે.

આ રિવ્યૂ માટે શરૂઆતી આદેશ ઓગસ્ટ ૨૦૨૦એ આપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યુ હતું કે સરકારી અધિકારીઓને કામ ચાલુ રાખવું જોઈએ અથવા પબ્લિક ઈન્ટરેસ્ટમાં ટૂંક સમયમાં રિટાયર થઈ જવા જોઈએ. તેના માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દરેક પોઈન્ટ નોટ કરવાના છે. દરેક ડિપાર્ટમેન્ટ, મંત્રલયોને સંપૂર્ણ ડેટા અને ઈનપુટ આપવાનો રહેશે.

મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટને કડક આદેશ આપવામાં આવ્યા છે કે જે ફોર્મ આપવામાં આવી રહ્યું છે. તેમની કોઈ પણ કોલમ ખાલી ન રહેવી જોઈએ સરકારે ગયા વર્ષે જ એક એકશન વખતે સ્પષ્ટ કહ્યુ છે કે આ કોઈ પ્રકારની પેનલ્ટી નથી પરંતુ એક કમ્પલસરી રિટાયરમેન્ટ માનવામાં આવશે. એટલે કે સરકારની પાસે તેનો અધિકાર છે કે તે લોકોના હિતને જોતા આ પ્રકારના અધિકારીઓને રિટાયર્ડ કરી શકે.

ખાસ વાત એ છે કે જો કોઈ પણ અધિકારીને રિવ્યૂ કરવામાં આવે છે તો એવું નથી કે તેનું ફરી રિવ્યૂ નહીં થાય. રિવ્યૂ વખતે CCA દ્વારા બે સદસ્યોની કમીટી નિમવામાં આવશે જે સંબંધિત અધિકારીઓનું રિવ્યૂ કરશે.

(3:49 pm IST)