Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

૨૦ મહિના બાદ પણ CAAના નિયમ ઘડાયા નથી

ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ ૬ માસનો સમય

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એકટ (CAA)ના નિયમ હજુ તૈયાર થયા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં એની જાણકારી આપી, સાથે જ નિયમો બનાવવા માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સવાલના જવાબમાં ૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનો સમય માંગ્યો છે જેથી નાગરિકતા સંશોધન એકટ હેઠળ નિયમોને તૈયાર કરી શકાય છે. લોકસભામાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગાઈએ સવાલ પૂછ્યો હતો કે કેન્દ્ર સરકારે CAAના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે. જો હા તો એ કયાં છે, અને નહિ શા માટે હજુ સુધી નથી કરવામાં આવી.

આના જવાબમાં ગૃહમંત્રાલયે કહ્યું કે, CAAને ૧૨-૧૨-૨૦૧૯ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, ૨૦૨૦માં કાનૂની રૂપમાં લાવવામાં આવ્યું છે. પરંતુ લોકસભા અને રાજયસભાની કમિટીઓથી આ કાનૂન હેઠળ નિયમ તૈયાર કરવા માટે જાન્યુઆરી, ૨૦૨૨ સુધીનો સમય માંગવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં નાગરિકતા સંશોધન એકટ રજુ કરવામાં આવ્યું હતું. આ કાનૂન હેઠળ પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી આવવા વાળા હિન્દૂ, શેખ, જૈન, ઈસાઈ, બૌદ્ઘ અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે.

(3:48 pm IST)