Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

બાળકો માટે આવતા મહિને આવી શકે છે વેકિસન

બાળકો માટે ઝાયડસ કેડિલાની આ વેકિસન ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે : મનસુખભાઇ માંડવિયા

નવી દિલ્હી, તા.૨૭: ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આ મોટા સમાચાર મુજબ દેશમાં બાળકો માટે કોરોનાની વેકિસન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાએ ભાજપ સંસદીય બેઠકમાં આ જણાવ્યું છે. આ પહેલા આ વેકિસન સપ્ટેમ્બરમાં આવવાના સમાચાર હતા. AIIMS ના પ્રમુખ ડોકટર રણદીપ ગુલેરીયાએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકોને વેકિસન મળશે તેવી જાણકારી આપી હતી. પણ મનસુખ માંડવિયાના કહ્યા મુજબ બાળકો માટે ઝાયડસ કેડિલાની આ વેકિસન ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે.  અહીંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ કંપની ત્રીજી ભારતીય રસીને બજારમાં ઉતારશે. સૂત્રોના અનુસાર વિશેષજ્ઞ સમિતિ જલ્દી ઝાયડસ કેડિલા દ્વારા જમા કરવામાં  આવેલા ડેટાના આધાર પર અંતિમ મંજૂરી કેટલાક દિવસોમાં આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે સ્વદેશી રસી કોવૈકસીન અને કોવિશીલ્ડ સહિત રશિયાની સ્પૂતનિક વી ને સીડીએલ કસૌલીએ માન્યતા આપી છે. સીડીએલ કસૌલીથી ભારતમાં ઉત્પાદ આયાત તથા નિર્યાત થનારી રસી ને મંજુરી મળી  મળ્યા બાદ બજારમાં ઉતારવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દેશની વધુ એક સ્વદેશી રસી પરિક્ષણમાં ખરી ઉતરી છે. ખાસ વાત એ છે કે  ઝાયડસ ડી રસી ૧૨ વર્ષ અને તેનાથી  વધારે ઉંમરના બાળકો સહિત તમામ પર કારગત છે. ઝાયડસ કેડિલા કંપનીએ કલીનિકલ ટ્રાયલ બાદ ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)થી રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. કંપનીના લાયસન્સ માટે આવેદન કર્યું છે. આ સાથે કેટલીક ઔપચારિકતાઓ બાદ આ રસીને જલ્દી જ બજારમાં ઉતારવાની તૈયારી છે.

(3:47 pm IST)