Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ મહારાષ્ટ્ર એસીબી એ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી : દેશ છોડી જઈ શકશે નહીં

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ મહારાષ્ટ્ર એસીબી એ બે લુકઆઉટ સરક્યુલર જાહેર કર્યા છે. તેમના વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને બળજબરી વસૂલી માટે ચાલી રહેલી તપાસનું પરિણામ છે.

પરમબીર સિંહ હવે દેશના કોઇ પણ એરપોર્ટ પરથી દેશ છોડીને જઇ શકતા નથી. મહત્વપૂર્ણ છે કે ડેવલપર શ્યામ સુંદર અગ્રવાલ પાસેથી ૨૦ કરોડ રૂપિયાની બળજબરી વસૂલી કરવા માટે પરમબીર સિંહ વિરૂદ્ધ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

બીજી લુકઆઉટ નોટિસ એસીબીની શરૂઆતની તપાસ પર આધારિત છે, તે સમયે પોલીસ નીરિક્ષક અનૂપ ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે પરમબીર સિંહના કહેવા પર તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એસીબીએ પરમબીર સિંહના મિત્ર જીતૂ નવલાની વિરૂદ્ધ પણ આ સંદર્ભે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

એનસીપીના એક કેબિનેટ મંત્રીએ જણાવ્યુ, મુંબઇ પોલીસ અને એસીબીએ પરમબીર સિંહ વિરૂદ્ધ બે અલગ અલગ એલઓસી જાહેર કરી છે.

એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે જો પોલીસને શંકા હોય કે એક આરોપીના ફરાર થવા અથવા દેશ છોડવાની સંભાવના છે, તો એલઓસી જાહેર કરવામાં આવે છે. પરમબીર સિંહ આ વર્ષે માર્ચમાં ડીજી હોમગાર્ડના પદ પર ટ્રાન્સફર થયા બાદ રજા પર જતા રહ્યા હતા.

(3:43 pm IST)