Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉત્તર ભારતમાં ર૯મી સુધી ભારે વરસાદની આગાહીઃ મધ્ય પ્રદેશના ૧૩ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આજે હિમાચલ, ઉત્તરાખંડ અને પશ્ચિમી યુપીમાં જોરદાર વર્ષાની શકયતા

મુંબઇ તા. ર૭: વરસાદ અને પુરથી મહારાષ્ટ્રમાં ભારે તબાહી થઇ છે. ભુસ્ખલન અને પુરમાં અત્યાર સુધીમાં ૧૬૪ લોકોના જીવ ગયા છે. ૧૦૦ લાપતા થયા છે. જો કે વરસાદ થંભ્યો છે. બચાવ રાહત કાર્ય ચાલુ છે.

ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે પ૬ રસ્તાઓ બંધ કરવા પડેલ. દિલ્હી-એનસીઆર અને યુપીના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડેલ. મધ્ય પ્રદેશમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે.

હવામાન વિભાગે આગલા ૩ દિવસ ર૯ જુલાઇ સુધી પુરા ઉત્તર ભારતમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. મધ્ય પ્રદેશના ૧૩ જીલ્લાઓ માટે ઓરેંન્જ એલર્ટ છે. આજે હિમાચલ, ઉત્તરાખંડ અને પશ્ચિમી યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં કયાંક કયાંક ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે.

(2:52 pm IST)