Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં હજુ 150થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા :તંત્ર હાઈ એલર્ટ પર

હિમાચલ પ્રદેશમાં રવિવારે કિન્નૌર જિલ્લાના સાંગલા-ચિતકુલ રોડ પર બત્સેરીમાં થયેલી ભુસ્ખલનની દુર્ઘટનાને કારણે 9 પ્રવાસીઓના મોત થયા છે. ઉપરાંત હજુ પણ આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. રામ ઠાકુરે જણાવ્યું હતું કે, કિન્નૌર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સહિત લગભગ 150 લોકો હજી ફસાયેલા હોવાની સંભાવના છે. અમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કિન્નૌર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપ્યા બાદ વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે,ભારે વરસાદ અને રસ્તો બંધ થવાને કારણે 150થી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના છે.  ચિતકુલ, રક્ષમ અને બાત્સેરી ગામોમાં દુર્ઘટનાને પગલે વિજળી પણ બંધ રાખવામાં આવી છે. આ અકસ્માતને કારણે અંદાજીત 2.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાન અહેવાલ મળી રહ્યા છે.

ખીણમાં ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને બહાર કાઢવા જિલ્લા પ્રશાસનની ટીમો સૈન્યની સાથે બચાવ કામગીરીમાં જોતરાઈ છે. આપને જણાવી દઈએ કે કિન્નૌર જિલ્લાના સાંગલા-ચિતકુલ રોડ પર રવિવારે બત્સેરીમાં પહાડ પરથી તિરાડથી પટકાતા અનેક પ્રવાસીઓના મુત્યુ થયા છે. મૃતકોમાં પર્યટક આમોચ બાપત જે નેવીનો લેફ્ટનન્ટ હતો. તેમના મૃતદેને સૈન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત આ અકસ્માતમાં રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના 9 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની ઘોષણા કરી છે.

(11:50 am IST)