Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

શરમજનક...પત્નીનો ન્યૂડ વિડીયો બનાવી વાયરલ કર્યો પતિએ

પતિ એની પત્નીને છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ પત્ની તાબે ના થતાં પતિએ ન્યૂડ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો

 

પટણા,તા.૨૭: બિહારના ભોજપુરમાં વસતાં એક પરિવારની વહુનો ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હંગામો મચ્યો છે. આ મામલો ત્યારે વધારે ગરમ થયો જયારે તપાસ દરમિયાન ખુલાસો થયો કે, એના જ પતિએ પત્નીનો ન્યૂડ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. સાથે-સાથે વિડીયો બનાવા ઉપયોગમાં લીધેલો મોબાઇલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આ કાર્યવાહી પીડિત પત્નીના ભાઇની ફરિયાદ પર કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ભોજપુરમાં રહેતા આ દંપતી વચ્ચે અણબનાવ હતો અને પતિ તેની પત્નીથી અલગ થવા માંગતો હતો. પરંતુ પત્ની ડિવોર્સ આપવાતી ઇનકાર કરી હતી જે પછી હેવાન પતિએ તેને રસ્તેથી હટાવા ભયાનક કાવતરું રચતાં તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો.

આ બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા ૨૦૧૯માં થયા હતા. પોલીસ ફરિયાદમાં પીડિતાના ભાઇનું કહેવુ હતું કે, આરોપી તેની બહેનને વારંવાર હેરાન કરતો હતો, તેની સાથે અમાનવીય હરકત કરયો અને મારઝૂડ પણ કરતો. જેનાથી ત્રાસીને પત્ની તેને છોડી દે. આરોપી સતત તેની પત્ની પર છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ પત્ની એને તાબે ના થતાં અંતે તેણે ભયાનક કાવતરું દ્યડીને પત્નીનો ન્યૂડ ફોટા સોશિયલ મીડિયા પર ફરતાં કરી દીધા હતા. પતિએ તમામ હદો પાર કર્યા બાદ સામે આવી રહ્યું છે કે પત્ની અને તેના પરિવારે પતિ વિરુદ્ઘ ૨૦૨૦માં પણ ફરિયાદ નોંધાવી હતી. જે પછી આ મામલો ચાલી રહ્યો હતો.

(10:22 am IST)