Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ચીન સામે મોદી સરકાર 'લાલઆંખ' કરે : હવે કયાં સુધી 'નિર્બળ' બની રહેશું : સુબ્રમણ્યમ

સમય પાકી ગયો છે મોદીએ ખુલ્લેઆમ જાહેર કરવું જોઇએ કે જીનપીંગની સરકાર 'આક્રમક' છે

નવી દિલ્હી તા. ૨૭ : ચીનના મુદ્દા પર બીજેપીના સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક વાર ફરી નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સ્વામીએ તીખા શબ્દોમાં સરકારનેચીનનેઆક્રમક ઘોષિત કરવાની માંગ કરી છે. તેઓએટ્વીટ કરીને કહ્યું કે શું નપુંસક બનીને જોતી રેસે મોદી સરકાર?

એક ટ્વીટર યુઝરનાટ્વીટનો જવાબ આપીને કહ્યું કે ચીનનો હેતુ લદ્દાખના દેમચોક પર કબ્જો કરવાની છે. આ બધાની વચ્ચે તાલિબાન અને પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં હાથ અજમાવશે. શું મોદી સરકાર નપુંસક થઈને જોતી રહેશે? મોદીએસ્પષ્ટ રીતે ઘોષણા કરવીજોઈએ કે રાષ્ટ્રપતિ શી જિનપીંગનીસરકાર આક્રમક છે. સ્વામીએ ટ્વીટનાજવાબમાં અનેક યુઝરે તેનું સમર્થન કર્યું છે.

જોકે અનેક લોકો એ તેની વાતનોવિરોધ પણ કર્યો છે. સુભાષ નામનાયુઝરે લખ્યું કે તેમની સમસ્યા શું છે સ્વામી? તમારા વિષેઅમારીસમાજ સંપૂર્ણ રીતે ખોટી છે તમે વિદેશ મામલા વિષેઘણું બધું જાણો છો. ચીન બાજુથી કેમ કામ કરી રહ્યા છો? શું તમે પણ ચીનની સાથે કોઈ કરાર કરીને હસ્તાક્ષર કર્યા છે.

ઉલ્લખેનીયછે કે છેલ્લા કેટલાક દિવસોથી બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ચીન અને પાકિસ્તાન મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલાવર છે.

(10:21 am IST)