Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પોર્ન ફિલ્મ કેસ :રાજ કુન્દ્રાના કાનપુરમાં બે બેંક એકાઉન્ટ જપ્ત : બંને બેંક ખાતામાં કરોડો જમા

અરવિંદ શ્રીવાસ્તવ રાજ કુન્દ્રાની પ્રોડક્શન કંપની ચલાવતો: પૈસા અરવિંદ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાને ટ્રાન્સફર કરાતા હતા

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મના મામલામાં ખરાબ રીતે ઘેરાઇ રહ્યા છે. મુંબઈ પોલીસને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે ઘણી ઝડપથી તપાસમાં લાગી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુન્દ્રાના કાનપુર વાળા બે બેંક એકાઉન્ટ જપ્ત કરી લીધા છે.

ઇ ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે બેંક અધિકારીઓએ જણાવ્યું કે પોર્ન ફિલ્મ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ભારતીય સ્ટેટ બેંકને કાનપુરમાં રાજ કુન્દ્રાના બે સ્ટેટ બેંક ખાતોને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. એસબીઆઈના અધિકારીઓએ કહ્યું કે આ બંને બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે રવિવારે બેંક ખાતાને સીઝ કરવા પછી કુન્દ્રા સાથે જોડાયેલો વધુ એક મામલો સામે આવ્યો છે. ઇ ટાઇમ્સને સૂત્રોએ જણાવ્યું કે અરવિંદ શ્રીવાસ્તવ રાજ કુન્દ્રાની પ્રોડક્શન કંપની ચલાવતો હતા અને પૈસા અરવિંદ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા.

અરવિંદના પિતા એનપી શ્રીવાસ્તવે એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે અરવિંદ છેલ્લા બે વર્ષથી ઘરે આવ્યો નથી અને તે ઘર ખર્ચના નામે સમય-સમયે પૈસા મોકલતો રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

(12:52 am IST)