Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મનિકા બત્રા ત્રીજા તબક્કામાં હારતાં સ્પર્ધામાંથી બહાર થઈ

ઓલિમ્પિક ટેબલ-ટેનિસમાં ભારતના પડકારનો અંત : પહેલા તબક્કામાં વિજય હાંસલ કરનાર તલવારબાજ સીએ ભવાની પણ ઓલિમ્પિકની સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ

 

ટોક્યો, તા.૨૬ : ટોક્યો ઓલમ્પિકના ચોથા દિવસની રૂઆત ભારત માટે સારી નથી રહી. તીરંદાજીથી લઈને નિશાનેબાજી સુધી દરેક જગ્યાએ ભારતને નિરાશા સાંપડી છે. ત્યારે હવે દેશની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા પણ ત્રીજા તબક્કામાં હારીને બહાર થઈ ગઈ છે. મનિકાની હાર સાથે ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં મહિલા પડકાર સમાપ્ત થયો છે.

એક રીતે દિવસની રૂઆત સારી રહી હતી જ્યારે ભવાની દેવી અને પુરૂ તીરંદાજી ટીમે પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો. પરંતુ ત્યાર બાદ પછીના તબક્કામાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા મુકાબલામાં જીત નોંધાવનારી ભારતીય તલવારબાજ સીએ ભવાનીએ પછીના તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભવાનીને વિશ્વની નંબર ફ્રાંસની માનોન બ્રૂનેટે પરાજય આપ્યો હતો. પરાજય બાદ ટોક્યો ઓલમ્પિકમાં સીએ ભવાનીની સફર પૂરી થઈ હતી. જોકે તેના પહેલા ભવાનીએ ટ્યૂનીશિયાની બેન અજીજી નાદિયાને માત આપીને પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો.

(7:35 pm IST)