Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સિલ્વરગર્લ મીરાબાઈ ચાનૂનો મેડલ ગોલ્ડમાં પરિવર્તિત થઈ શકે : ચીની એથ્લીટ હોઉ જિહૂઈ પર ડોપની આશંકા

હોઉ જિહૂઈને પોતાના દેશ પરત ફરતા રોકાઈ જવાનું કહેવાયું

નવી દિલ્હી :  ટોક્યો ઓલિમ્પિક- 2020માં ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ આવી શકે છે. વેટલિફ્ટિંગ (49 કિગ્રા વર્ગ)માં સિલ્વર મેડલ મેળવનાર મીરાબાઈ ચાનૂનો મેડલ ગોલ્ડમાં પરિવર્તિત થઈ શકે છે. અસલમાં ચીની એથ્લીટ હોઉ જિહૂઈ પર ડોપિંગની આશંકા છે.

 

ટોક્યોમાં ભારતીય સમૂહમાં એક સંદેશ છે કે હોઉ જિહૂઈનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેથી હવે તે જોવાનું રહ્યું કે, આગળ શું થાય છે. આ વિશે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય વધારે કંઈ કરી રહ્યાં નથી.

હોઉ જિહૂઈ આજે પોતાના દેશ પરત ફરી રહી હતી પરંતુ તેમને રોકાવવાનું કહ્યું છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં આવું પહેલા થઈ ચૂક્યું છે, જ્યારે ડોપિંગમાં ફેલ થવા પર ખેલાડીનું મેડલ પરત લઈ લેવામાં આવ્યું હતુ.

 

મીરાબાઈ ચાનૂએ ઓલિમ્પિક ઈવેન્ટમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મેડલનો ભારતે 21 વર્ષનો ઇન્તાર ખત્મ કર્યો છે. ચાનૂએ ક્લીન અને જર્કમાં 115 કિગ્રા અને સ્નેચમાં 87 કિગ્રાથી કુલ 202 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આનાથી પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક 2000માં દેશોને વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(7:06 pm IST)