Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટોક્યો ઓલમ્પિકમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ મેળવી 13 વર્ષની જાપાની બેબીએ રચ્યો ઈતિહાસ

13 વર્ષની જાપાનીઝ રમતવીર મોમિજી નિશીયા સ્ટ્રીટ સ્કેટબોર્ડની ચેમ્પિયન બની: ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ મેળવનારા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું

નવી દિલ્હી : જાપાનમાં રમાઈ રહેલી ટોકિયો ઓલિમ્પિકમાં આજે ઈતિહાસ સર્જાયો છે અને આ ઈતિહાસ યજમાન દેશની 13 વર્ષની એક બેબીએ સર્જયો છે.

 

13 વર્ષની જાપાનીઝ રમતવીર મોમિજી નિશીયા સ્ટ્રીટ સ્કેટબોર્ડની ચેમ્પિયન બની છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ મેળવનારા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યુ છે.

જોકે મોમિજી સૌથી નાની વયની ખેલાડી તરીકે ગોલ્ડ મેળવવામાં સ્હેજ માટે ચૂકી ગઈ છે. આ રેકોર્ડ અમેરિકાની માર્જોરી ગેસ્ટ્રિંગના નામે છે.તેણે 13 વર્ષ એ 268 દિવસની વયે 1936ની બર્લિન ઓલિમ્પિકમાં ડાઈવિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોમિજીની વય 13 વર્ષ 330 દિવસ છે.

 

સ્કેટબોર્ડને રમત તરીકે ઓલિમ્પિકમાં પહેલી વખત સ્થાન મળ્યુ છે. જોકે સિલ્વર મેડલ જીતનાર બ્રાઝિલની સ્પર્ધક રેસા લીલ 13 વર્ષ અને 203 દિવસની છે. જો તે ગોલ્ડ મેડલ જીતી હોય તો તે સૌથી નાની વયે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ સર્જી શકી હોત.

સ્કેટબોર્ડ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને ટીન એજર્સમાં લોકપ્રિય છે. જેમાં એક નાના બોર્ડની નીચે પૈડા જડેલા હોય છે અને તેના પર ખેલાડીઓ સ્કેટિંગની જેમ જ અલગ અલગ પ્રકારના કરતબ બતાવતા હોય છે

(7:01 pm IST)