Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નવી ફિલ્મો રીલીઝ થતી નથીઃ મલ્ટીપ્લેકસને મોટો ફટકોઃ ૬૨ ટકા જેટલી કમાણી ધોવાણી

૨૦૧૯માં ફિલ્મોનો બીઝનેસ ૧૯૧૦૦ કરોડનો હતોઃ ૨૦૨૦માં ઘટીને રૂ.૭૨૦૦ કરોડ થઇ ગયો : ૧૫૦૦ થી વધુ સિંગલ સ્ક્રીનને તાળા લાગી ગયાઃ ૬૦૦૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી

મુંબઇ, તા.૨૬: પીવીઆર સીનેમાઝએ માર્ચ ૨૦૨૦માં પુરા થયેલ વર્ષમાં ૧૦.૧ કરોડથી વધારે ટીકીટો વેચી હતી અને ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ધંધો તથા ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનો નફો કર્યો હતો એ પહેલાનું એટલે કે ૨૦૧૯નું વર્ષ ભારતીય સીનેમા માટે સૌથી બહેતર વર્ષોમાંનું એક હતું.

પછીના વર્ષે કંપની કમાણી ઘટીને ૩૧૦ કરોડ રૂપિયા થઇ ગઇ જે માર્ચ ૨૦૨૦ના નફાના ૧૦ ટકાથી પણ ઓછી છે. તેના ૮૪૨ સ્ક્રીન બંધ થઇ ગયા. ગ્રૃપના લગભગ ૧૫૦૦૦ કર્મચારીઓમાંથી ૬૦૦૦થી વધારે કર્મચારીઓએ નોકરી ગુમાવવી પડી. પીવીઆરે આ અઢાર મહિનામાં લોન અને ઇકવીટીરૂપે ૧૮૦૦ કરોડ એકઠા કર્યા છે જેનાથી કંપનીના પ્રમોટર પરિવારની હિસ્સેદારી ૧૮.૫ ટકાથી સાથે મર્જર અથવા અન્ય કોઇ પ્રકારના કરારની ચર્ચા શરૂ થઇ ચૂકી છે. તેમાં કોઇ આશ્ચર્ય નથી લાગતું.પીવીઆર સીનેમાઝના અધ્યક્ષ અજય બીજલી કહે છે કે આ અઢાર મહિનાનો સમય અમારા માટે બહુ મુશ્કેલી ભર્યો રહયો છે. એમ પહેલા ૮૪૨ સ્ક્રીનનું મેનેજમેન્ટ કરતા હતા. અમે એટલા પૈસાની જોગવાઇ કરી કે અમે અમારા હપ્તા ચૂકવવાની સાથે જ કર્મચારીઓના પગાર ચૂકવી શકીએ. હવે અમે બધા મૂડીગત ખર્ચા બંધ કર્યા છે. આ સ્થિતી છે દેશની સૌથી મોટી સીનેમા કંપની પર કોરોનાના મારની.

દેશમાં ૨૦૧૯માં ફિલ્મોનો બીઝનેસ ૧૯૧૦૦ કરોડ રૂપિયા જેટલો હતો જે ૨૦૨૦માં ઘટીને ૭૨૦૦ કરોડ થઇ ગયો. બોક્ષ ઓફિસની કમાણી ૬૨ ટકા ઘટી ગઇ. ૧૫૦૦ થી વધારે સીનેમા સ્ક્રીન (મોટભાગના સિંગલ સ્ક્રીન) બંધ થઇ ગયા. ફિક્કી -ઇ વાયના  આંકડાઓ અનુસાર, દેશમાં સ્ક્રીનની સંખ્યા ૯૫૦૦ થી ઘટીને ૮૦૦૦ થઇ ગઇ છે.

(3:13 pm IST)