Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રામ મંદિરના પાયાનું ૫૦% કામ પૂર્ણ

અયોધ્યા મંદિર નિર્માણમાં વિશેષ સામગ્રીનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ

લખનઉઃ રામ મંદિરના પાયા ભરવાનું ૫૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ૨૨ મી લેયર બનાવવાનું કામ પૂર્ણ થયું હતું. રુર્કી, ચેન્નાઈ, મુંબઇ, બેંગ્લોર અને સુરતનાં આર્કિટેકટ અને એન્જિનિયરો બાંધકામ પર નજર રાખી રહ્યા છે. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં એન્જિનિયર ફિલનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. ફાઉન્ડેશનને ભરવા માટે અત્યાર સુધીમાં ૧૮ લાખ ઘનફૂટ એન્જિનિયર્ડ ફિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ખાસ પ્રકારનો મસાલા રામજન્મભૂમિ સંકુલમાં જ બેચિંગ પ્લાન્ટ લગાવીને બનાવવામાં આવી રહ્યા છે. ફાઉન્ડેશન માટે લગભગ ૭૦ લાખ ઘનફૂટ ખોદકામ કરવામાં આવ્યું છે.

રામલલ્લા સંકુલની સુરક્ષા કડક કરી

અયોધ્યા પણ આતંકવાદીઓનું નિશાન છે. તેથી રામલલ્લા સંકુલની સુરક્ષા કડક બનાવવામાં આવી રહી છે. આ માટે નવી યોજના બનાવવામાં આવી રહી છે. અયોધ્યામાં ચાર નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મંદિરની આજુબાજુનો વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

(3:24 pm IST)