Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વિદેશમાં પણ ઓકસીજન પહોંચાડે છે ભારતીય રેલ્વે

પહેલીવાર ટ્રેન દ્વારા બાંગ્લાદેશ મોકલાયો મેડીકલ ઓકસીજન

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર દરમ્યાન મેડીકલ ઓકસીજનની અછત દુર કરવા ભારતીય રેલ્વેએ  દેશભરમાં ઓકસીજન ટ્રેન દ્વારા પહોંચાડયો  હતો. હવે ભારતીય રેલ્વેએ પહેલીવાર દેશની બહાર વિદેશમાં પણ ટ્રેન દ્વારા મેડીકલ ઓકસીજન પહોંચાડયો છે. પેહલી વાર ટ્રેન દ્વારા મેડીકલ ઓકસીજન બાંગ્લાદેશ મોકલાઇ રહ્યો છે આ ઓકસીજન એકસપ્રેસ ટ્રેનમાં ૧૦ કન્ટેઇનરોમાં ર૦૦ મેટ્રીક ટન મેડીકલ ઓકસીજન છે.

પશ્ચિમ રેલ્વેના અમદાવાદના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા અનુસાર શનિવારે દક્ષિણ-પુર્વ રેલ્વેના ચક્રધરપુર ડીવીઝન દ્વારા એક ટ્રેન ર૦૦ મેટ્રીક ટન લીકવીડ મેડીકલ ઓકસીજન (એલએમઓ) ને લોડ કરીને બાંગ્લાદેશના બેલાપોર રવાના કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં પહેલી ઓકસીજન એકસપ્રેસ ટ્રેન ગુજરાતની ચલાવાઇ હતી. ગુજરાતથી દિલ્હી, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ૧પ રાજયોમાં ટ્રેનો દ્વારા ઓકસીજન મોકલાયો હતો. જેના માટે ૪૮૦ ઓકસીજન ટ્રેનો દોડાવાઇ હતી હાલમાં પણ દશેભરમાં ઓકસીજન એકસપ્રેસ ટ્રેનો દ્વારા ઓકસીજન પોંચાડાઇ રહ્યો છે.

(3:09 pm IST)