Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પ્રદૂષણથી મેલી થઈ નદીઓ, પાણી કાંઈ કામનું જ ના રહ્યું

રાજસ્થાનની બનાસ અને ચંબલ નદી સૌથી વધુ પ્રદુષિત

નવી દિલ્હી તા ૨૬: દેશની ૩૨૩ નદીઓનું પાણી હાનિકારક છે. આ સીધા ઉપયોગ માટે યોગ્ય નથી. આ નદીઓના પાણીમાં ૩૫૧ શહેરોમાં સ્વાસ્થ્ય માટેના જરૂરી તત્વોના બદલે ખતરનાક રાસાયણિક તત્વોની માત્રા વધુ પ્રમાણમાં મળી છે. દેશમાં નાની મોટી કુલ ૨૦,૪૫૯ નદીઓ છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણની તપાસ માટે ૫૮૦ નદીઓની પસંદગી કરવામાં આવી હતી. નદીઓના વહેણ વાળી ૧૮૨૧ અલગ અલગ સ્થાનોએથી પાણીના નમૂના લઇ તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે.

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રની નદીઓ સૌથી  વધુ ૫૩ સ્થાનો પર પ્રદુષિત છે. બીજા સ્થાન પર  અસમ છે જેમાં ૪૪ જગ્યા પર નદી પ્રદુષિત  છે. ત્રીજા સ્થાન પર મધ્યપ્રદેશમાં ૨૨, કેરળમાં ૨૧, ગુજરાતમાં ૨૦ અને ઓડીસામાં ૧૯ નદીઓ પ્રદુષિત છે.

મોક્ષદાયિની તરીકે ઓળખાતી નદીનું પાણીને માઈક્રોપ્લાસ્ટિક પ્રદુષીત કરી શકે છે.  ટોકિસક લિન્કની સ્ટડીમાં જાણવા મળ્યું કે, હરિદ્વાર, કાનપુર અને વારાણસીમાં  નદીઓમાં માઈક્રોપ્લાસ્ટિક મળ્યું છે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને  વસ્તુઓ છે. પ્લાસ્ટિકમાં કેટલાક  એડિકિટવ્સ અને કેમિકલ હોઈ છે. જે ઝેરીલા પદાર્થ છે. ત્રણેય શહેરોમાં સૌથી વધુ પ્રસાદમાં પ્રયુકત થનારી નદી થૈલિયા વારાણસી મળી છે.

 ત્રણ શહેરો હરિદ્વાર,  કાનપુર અને વારાણસીમાં નદીમાં પાણીના પાંચ  નમૂના લેવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયનોગ્રાફીમાં પરીક્ષણ માટે  મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે નદીના પાણીમાં  માઈક્રો પ્લાસ્ટિકના ૪૦ અલગ અલગ  પ્રકારના પોલિમર સમાવિષ્ટ છે. રેજીન જેવા તત્વો વધુ પ્રમાણમાં મળ્યા છે.

સૌથી વધુ પ્રદુષણ આ નદીઓમાં

*મહારાષ્ટ્ર -ગોદાવરી, કાલુ , કુંડલિકા , મિઠી ,મોરના, * કર્ણાટક - અરકાવતી,  લક્ષ્મણતીર્થ,  માલપ્રભા, તુંગભદ્રા, ભદ્ર, * અસમ- ભારલું, બોરસોલા,  દીપરબિલ, દિગબોઈ, કમાલપુર, * મધ્યપ્રદેશ- ચંબલ, ક્ષિપ્રા, બેતવા, સોન, ગોહાદ, * ઓડિશા- ગંગુઆ, ગુરડીહ નાલા, કથાજોદી,  નંદિરાજોર, દયા, * ઉત્તરપ્રદેશ-હિંડોન, વરૂણા, યમુના, ગોમતી,  ગંગા, * ગુજરાત- અમલખડી, ભદરી, ભોગાવો, ખરીસ, સાબરમતી, * ઉત્તરાખંડ  -ભેલ, ઢેલ, સુસ્વા, કિચ્ચા, કલ્યાણી

આ ૫ કારણોને લીધે પ્રદુષિત છે નદીઓ

શહેરોના નાલાનું પાણી, ઔદ્યોગિક અપશિષ્ટ યુકત પાણી, નદીઓમાં સીધો કચરો ફેંકવો, નદીઓના કિનારા ઉપર કચરાઘર, શહેરી ક્ષેત્રમાં નદીઓની સફાઈ નહીં

(3:06 pm IST)