Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાહુલ ગાંધી ટ્રેકટર ચલાવી સંસદભવન પહોંચ્યા:રણદીપસિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત

CRPC કલમ 144 નું ઉલ્લંઘન કરીને ટ્રેક્ટર કૂચ કરવા બદલ તેની અટકાયત કરાઈ

નવી દિલ્હી :  ચોમાસું સત્રના બીજા અઠવાડિયાના પહેલા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ  ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ અને ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. જોકે દિલ્હી પોલીસે કોંગ્રેસ મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બિવી અને કેટલાક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની CRPC કલમ 144 નું ઉલ્લંઘન કરીને ટ્રેક્ટર કૂચ કરવા બદલ તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટીના મીડિયા વિભાગના સહ પ્રભારી પ્રણવ ઝાએ (Pranav Jha)પણ દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

(1:10 pm IST)