Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારોઃ પાણીની આવક સતત ચાલુ

ઉપરવાસમાંથી પાણી છોડાતા ૪૬ હજાર ૫૦૪ કયુસેક પાણીની આવક

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ધોધમાર વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો  મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા ૪૬ હજાર ૫૦૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સતત પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમનું જળસ્તર પહોંચી ગયું છે ૧૧૫.૮૬ મીટર પર એટલે કે ૮ કલાકમાં ડેમની જળસપાટીમાં ૮૬ સેન્ટિમીટરનો વધારો થયો છે. જોકે હાલ ડેમની જળસપાટી છે તે ગત વર્ષ કરતા ૫ મીટર ઓછી છે. ડેમમાં હાલ ૪ હજાર ૩૬૩ પ્ઘ્જ્વ્ પાણીનો જથ્થો છે.

આજે પણ રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૨૮ ટકા વરસાદ વરસી ચુક્યો છે.

(12:53 pm IST)