Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન યેદિયુરપ્પાનું રાજીનામુ

લાંબા સમયથી ચાલતી અટકળોનો આવ્યો અંતઃ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી-એસ યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું : આજે જ સરકારે બે વર્ષ પુરા કર્યા છેઃ નવા CM માટે હલચલ વેગવંતીઃ ૪ નામો રેસમાં

નવી દિલ્હી, તા.૨૬: કર્ણાટકની રાજનીતિમાં હાલમાં ઉથલ-પાથલ ચાલુ છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યુદિયુરપ્પાએ આજે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરતા યેદિયુરપ્પાએ કહયું કે લંચ બાદ હું ગવર્નરને મળીશ અને તેમને રાજીનામું સોંપીશ. કર્ણાટકમાં આજે જ બીજેપી સરકારને ૨ વર્ષ પૂર્ણ થયા છે.

કણાંટકની રાજનીતીમાં નવો મોડ આવી ગયો છે આ રાજકીય ઘટના બાદ રસપ્રદ વાત એ છે કે બીજેપી રાજયની કમાન કયાં નેતાને સોંપશે. ૪ નામો રેસમાં છે. પ્રથમ નામ છે બસવરાજ બોમ્મઇ, બીજુ નામ વિશ્વેશ્વરા હેગડ કગેરી, ત્રીજુ નામ છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરતા યેદિયુરપ્પાએ કહ્યું કે, લંચ બાદ હું ગવર્નરને મળીશ અને તેમને રાજીનામું સોંપીશ. કર્ણાટકમાં આજે જ ભાજપા સરકારને ૨ વર્ષ પૂર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી પર બન્યા રહેવા અથવા ના રહેવાને લઈને સોમવાર સવાર સુધી ખબર પડી જશે. હાઈકમાન્ડ જ આ વિશે નક્કી કરશે. તમને પણ આ નિર્ણય વિશે જાણ થઈ જશે. મને આની ચિંતા નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

આ પહેલા યેદિયુરપ્પાએ ૧૬ જુલાઈના દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. અચાનક થયેલી આ મુલાકાતે યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો તેજ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. કર્ણાટકમાં ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી થવાની છે. યેદિયુરપ્પા લિંગાયત જાતિના કદાવર નેતા છે. તેઓ કર્ણાટકની રાજનીતિના ધુરંધર છે. અત્યારે તેમના કદનો નેતા કોંગ્રેસ અથવા અન્ય કોઈ પાર્ટીની પાસે પણ નથી.

પોતાના રાજીનામાની જાહેરાત કરતા બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમને કર્ણાટકના લોકો માટે કામ કરવું છે. આપણે તમામ મહેનતની સાથે કામ કરવું જોઇએ. યેદિયુરપ્પાએ કહ્યું કે, તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. જયારથી બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો તેજ હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકોનું બી.એસ. યેદિયુરપ્પાને મળવાનું ચાલું હતું. આવામાં આ મુલાકાતોને કેન્દ્રીય નેતૃત્વને આપવામાં આવી રહેલા સંકેત તરીકે જોવામાં આવી રહી હતી.

જો કે યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યું હતું કે, જો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે તો તેઓ રાજીનામું આપશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી બાદ રાજયમાં કાઙ્ખંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી, પરંતુ આ સરકાર એક વર્ષ ચાલી શકી હતી અને બાદમાં બી.એસ. યેદિયુરપ્પાની આગેવાનીમાં બીજેપીએ સરકાર બનાવી હતી.

(2:57 pm IST)