Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નાલાયકના હાથમાં દેશની કમાનઃ દેશમાં ગરીબી અને બેરોજગારી

ઇમરાન સરકાર પર નવાઝ શરીફે કર્યા આકરા પ્રહાર

લંડન, તા.૨૪: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે લંડનથી ઈમરાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન નવાઝ શરીફે વડાપ્રધાન ઈમરાન ખાનને 'નાલાયક'વ્યકિત ગણાવી હતી અને કહ્યું કે- ઈમરાનના શાસનમાં દેશમાં મોંઘવારી, ગરીબી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમારી સરકાર પાકિસ્તાનને વિકાસના માર્ગે લાવી હતી, પરંતુ હાલના સમયે પાકિસ્તાનમાં લોકો સંદ્યર્ષ કરતા જોવા મળી રહ્યાં છે. નવાઝ શરીફે જણાવ્યું કે અમુક લોકોએ ૨૦૧૮માં ચૂંટણીમાં ચોરી કરી અને દેશને આનંદ તથા સફળતાના માર્ગથી દૂર કરી હતી. એક નાલાયક અને અનાડી વ્યકિતની હારને જીતમાં ફેરવી અને તેને દેશમાં શાસન કરવાની તક મળી હતી.

ગુલામ કાશ્મીરના લોકો પાકિસ્તાન સરકારથી ખૂબ નારાજ છે. અહીંના લોકો પાયાની સુવિધાના અભાવથી ત્રસ્ત છે. અહીં વીજળીને લગતા મોટા પ્રોજેકટ ચલાવાયા હોવા છતાં લોકોને વીજળી નથી મળતી. તેમણે જણાવ્યું કે લોકોની ફરિયાદ છે કે મંગલા ડેમ અને અન્ય પ્રોજેકટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળી પાકિસ્તાનના અન્ય શહેરોમાં ફેરવાય છે. અહીંના લોકો ગેસ સપ્લાય, ખાડા મુકત રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવા માંગ કરી રહ્યા છે. સાથે જ અહીં ચાલી રહેલી યોજનાઓથી વિસ્તારના સંસાધનોનો લાભ લેવામાં આવી રહ્યો છે, જેના દ્વારા અહીંના લોકોને કોઈ ફાયદો નથી થઇ રહ્યો. આ અંગે સરકાર સામે લોકોમાં પણ નારાજગી છે.

(11:56 am IST)