Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોવિડ-૧૯ ત્રીજી લહેર અંગે ચેતવણી

ત્રીજી લહેરમાં સરકાર રોજ ૪-પ લાખ કેસ માટે તૈયાર રહેઃ ર લાખ આઇસીયુ બેડ તૈયાર રાખો

નીતિ આયોગના સભ્ય વી.કે. પોલના નેતૃત્વવાળા ગ્રુપે સરકારને ચેતવણી સાથે સલાહ આપી

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારીથી પહોંચી વળવાની રણનીતિ બનાવા માટે નીતિ પંચના સભ્ય વી.કે.પોલની અધ્યક્ષતામાં ગઠિત અંમાવર્ડ ગ્રુપે સરકારને કોરોના મહામારીની ત્રીજી લહેર દરમિયાન દરરોજ ૪ થીપ લાખ કેસ સામે આવ્યા બાદ તૈયાર રહેવા કહયું છે. સાથે જગ્રુપે સલાહ આપી છે કે જો કોરોના ત્રીજી લહેરને બેકાબુ થતા અટકાવાનો છેો તો દેશમાં કોરોના ઇન્ફેકશનના નવા કેસની સંખ્યાને પ૦ હજારથી ઓછી રાખવા માટે દરેક જરૂરી પગલા ભરવા જોઇએ. ગ્રુપનું કહેવું કહે છે કે તેના માટે રસીકરણ વધારવાની સાથે જ કોરોનાથી બચાવ માટે દરેક જરૂરી સાવધાનીઓના પાલન જેવી નોન કલીનિકલ ઉપાયોના પાલન પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂરીયાત છે.

તેમાં સોશ્યલ ડિસ્ટનસિંગ રાખવાની સાથે રણનીતિ બનાવીને પ્રતિબંધો લગાવવું સામેલ છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા સજુનબાદ સતત પ૦ હજારથી નીચે રહી છે. શનિવારે ૩૯,૦૯૭ કેસ સામે આવ્યા હતા. જાણકારોના જણાવ્યા મુજબ પ૦ હજારના સ્તરથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વધુ બોજ પડયો નથી. જો કે, નીતિ પંચના સભ્ય વી. કે. પોલની અધ્યક્ષવાળા એમ્પાવર્ડ ગ્રુપ ૧ એ કહયું કે દરરોજના ૪-પ લાખ કેસથી નિપટવા માટે, ર લાખ આઇસીયુ બેડની જરૂરીયાત છે.

તેની સાથે કોરોના ગ્રુપ સપ્ટેમ્બર ર૦ર૧ સુધી પ૦ લાખ ઓકસીજન બેડ, ૧૦ લાખ કોરોના આઇસોલેશન કેર બેડની તૈયારી કરી રહયું છે. બેડની હાલની સંખ્યા પણ દરરોજ ફકત ર૭ લાખ કેસને પહોંચી વળશે.

સમુહએ પ ટકા આઇસીયુ બેડ અને ૪ ટકા આઇસીયુ બેડને પીડિયા ટ્રિક કેર માટેઅનામત રાખી છે. આ અટકળો વચ્ચે જોઇને એવું કહેવામાં આવી રહયુ છે કે કોરોનાની આવતી લહેર બાળકોને તેમના નિશાન બનાવી શકે છે અધિકારીઓએ કહયું કે એક દિવસમાં ૪-પ લાખ કેસનો અર્થ એ છે કે દરરોજના ૧૦ લાખ લોકોમાં ૩૦૦-૩૭૦ કેસ, જેનાથી દેશ પર ખુબ જ ઓછા બોજ અને તણાવ આવશે. 

(11:51 am IST)