Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ICMR અને NIRRHની સ્ટડીમાં દાવો

કોરોનાથી સંક્રમિત થઇ શકે છે ભ્રૂણઃ ગર્ભપાતનો પણ ખતરો

કોરોના વાયરસ ૫ દિવસના ભ્રૂણની અંદર પહોંચી શકે છેઃ જેનાથી ગર્ભપાત થવાની શકયતા વધી જાય છે

નવી દિલ્હી, તા.૨૬: કોરોના વાયરસને સક્રમણથી થનારા નુકસાનને લઈને દુનિયાભરમાં આ દિવસોમાં અલગ અલગ રિસર્ચ અને સ્ટડી કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ભારતમાં કરવામાં આવેલ સ્ટડીથી ખબર પડે છે કે પ્રેગનેન્સી દરમિયાન ભ્રૂણ પર કોરોનાનું સંકટ બનેલું રહેશે. ચિંતાની વાત એ છે કે વાયરસ ૫ દિવસના ભ્રૂણની અંદર પણ પહોંચી શકે છે. જેનાથી ગર્ભપાત થવાની શકયતા વધી જાય છે. આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈસ્ટીટ્યૂટ ઈન રિપ્રોડકિટવ હેલ્થે  (NIRRH) કર્યો છે. ઉલ્લેખનીય છે કે  આ સ્ટડી આઈવીએફથી વિકસિત ૪૫ ભ્રૂણ પર કરવામાં આવ્યો છે.

શોધકર્તાઓના જણાવ્યાનુસાર  સંક્રમિત માતાઓથી  કોરોના ગર્ભમાં હાજર ભ્રૂણને સંક્રમિત કરી શકે છે. સાથે પ્રયોગશાળામાં આઈવીએફ પ્રક્રિયાઓ દરમિયાન પણ સંક્રમણનું સંકટ બની રહે છે. તેવામાં ગર્ભપાતની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં કોરોના સંક્રમણથી મહિલાઓ પ્રાકૃતિક અને આઈવીએફ બન્નેના માધ્યમથી ગર્ભધારમ કરવામાં નિષ્ફળ રહે છે. જો કે આના કોઈ પાક્કા પુરાવા નથી. પરંતુ  પ્રાઈવેટ અને સરકાર હોસ્પિટલમાં અનેક મામલા સામે આવ્યા છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીત કરતા અધ્યયન કરનારા ડો. દીપક મોદીએ કહ્યું  કે અમે જોયું કે સમાન કોશિકાઓમાં ભ્રૂણ કોશિકાઓની અંદર વાયરસ પહોંચવા માટે તમામ મશીનરી હાજર હતી. આ ભ્રૂણોને નુકસાન પહોંચાડે છે. અમારી ટીમે એમ પણ જોયું કે ACE2 ની સાથે પ્રારંભિક ભ્રૂણની કોશિકાઓમાં કોરોના વાયરસના  રિસેપ્ટર્સ હોય છે. જેનાતી તેનું સંક્રમણ થવાની શકયતા છે.

મુંબઈમાં વાશીના ફોર્ટિસ હીરાનંદાની હોસ્પિટલમાં સલાહકાર સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ ડોકટર મંજિરી મહેતા કહે છે કે તેમણે કોરોના સંક્રમિત માતાઓમાં પહેલા અને સાથે બીજા કવાર્ટરમાં ગર્ભપાતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બીવાઈએલ નાયર હોસ્પિટલ જયાં ગત વર્ષ મહામારી ફેલાયા બાદ ૧૦૦૦ થી વધારે કોરોના સંક્રમિત  ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. જયાં ગર્ભપાતના અનેક કેસ સામે આવ્યા છે.

(10:35 am IST)