Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો

મરઘાના અવશેષોમાંથી ડીઝલ બનાવાની રીત પણ પેટન્ટ કરાવી

કેરળના એક પશુ ડોક્ટર જોન અબ્રાહમે મરઘાના અવશેષોમાંથી ડીઝલ બનાવશે મરઘાના અવશેષોમાંથી ડીઝલ બનાવાની રીત પણ પેટન્ટ કરાવી છે  મરઘામાંથી બનાવવામાં આવેલું ઈંધણ એક લીટરમાં 38 કિલોમીટરની એવરેજ આપે છે

મરઘામાંથી બનાવવામાં આવેલું ઈંધણ એક લીટરમાં 38 કિલોીટરની એવરેજ આપે છે અને તેની કિંમત પણ ડીઝલની કિંમત કરતા 40 ટકા ઓછી છે અને તેનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે

કેરળ વેટેરિનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અબ્રાહમે જણાવ્યું કે મને સાત વર્ષની પ્રતિક્ષા બાદ મરઘાના અવશેષોમાંથી બાયોડીઝલ બનાવવાની પરમિશન મળી છે.

પ્રોફેસર અબ્રાહમે જણાવ્યું કે પક્ષીઓ અને ભૂંડના પેટમાં ઘણી ફેટ હોય છે અને તેને કારણે સામાન્ય તાપમાને તેલ કાઢવું સરળ બની રહે છે. હાલમાં તેઓ ભૂંડના અવશષોમાઁથી ડીઝલ બનાવવાનો પ્રોજેક્ટ પણ કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે કસાઈઘરોમાંથી મળનાર મરઘાના 100 કિલો વેસ્ટમાંથી એક લીટર બાયોડિઝલ બનાવી શકાય છે.

રિસર્ચ બાદ અબ્રાહમે વાયનાડ નજીકના કલપેટ્ટાની પાસેના પોકોડે વેટરનરી કોલેજમાં 18 લાખના ખર્ચે એક પ્લાન્ટ સ્થાપિત કર્યો છે અને ત્યાં બાયોડિઝલ બનાવી રહ્યાં છે. અને હાલમાં તેમના બનાવેલા બાયોડીઝલથી એક વાહન પણ ચાલી રહ્યું છે.

(12:00 am IST)