Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 613 કેસ :બે મહિનામાં સૌથી ઓછા કેસ

 

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી કોવિડ-19 મહામારીમાંથી મુક્ત થવા તરફ  આગળ વધતી જોવા મળી રહી છે. અહીં હવે નવા કેસમાં  સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારેર 613 નવા કોવિડ-19 કેસનો નવો રેકોર્ડ બની ગયો જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે. દિલ્હી હાઈકોર્ટે પણ પ્રદેશમાં મહામારીનો સામનો કરવાની તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો અને પોતાના તરફથી ડઝન જેટલી જનહિત અરજીનો નિકાલ કર્યો હતો.

  દિલ્હીમાં 613 નવા કેસની સાથે સોમવાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા 1 લાખ, 31 હજાર 219 થઈ ગઈ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે સાથે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 3853 થઈ ગઈ છે. એક દિવસમાં રવિવારે રાજધાનીમાં સંક્રમણના 1075 નવા કેસ આવ્યા હતા. દિલ્હીમાં હાલ 10994 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રવિવારે તેની સંખ્યા 11,904 હતી. દિલ્હીમાં અત્યાર સુધી 1 લાખ, 16 હજાર, 372 દર્દી સારવાર બાદ રિકવર થઈ ગયા છે.

(12:30 am IST)