Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટમાં કોરોના કેસના નામ જાહેર નહિ કરવાના નિર્ણયનો ભારે વિરોધ થતા મનપા તંત્રે મોડે મોડેથી દર્દીઓના સરનામાં જાહેર કર્યા

આજના 50 કોરોના કેસમાં કુલ 43 મકાનોના કેન્ટેન્ટમેન્ટમાં 178 લોકો કોરન્ટાઇન : ગાંધીગ્રામ, રણછોડનગર, ગાયક વાડી, સાધુ વાસવાણી રોડ, રેલનગર વગેરે વિસ્તારમાં આ મકાનો : દર્દી ની સારવાર કરતા ડૉક્ટરના મોં. નંબર તથા કોરન્ટાઇનના મકાન ના સરનામાં સહીત યાદી જાહેર

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના  નામ જાહેર નહિ કરવાના મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયનો ભારે વિરોધ થતા મનપા તંત્રે મોડે મોડેથી દર્દીઓના સરનામાં જાહેર કર્યા છે, આજના 50 કોરોના કેસમાં કુલ 43 મકાનોના કેન્ટેન્ટમેન્ટમાં 178 લોકો કોરન્ટાઇન કરાયા છે જેમાં :ગાંધીગ્રામ, રણછોડ નગર, ગાયક વાડી, સાધુ  વાસવાણી રોડ, રેલનગર વગેરે વિસ્તારમાં આ મકાનોએ આવેલ છે

દર્દી ની સારવાર કરતા ડૉક્ટર ના મોં. નંબર તથા કોરન્ટાઇન ના મકાન ના સરનામાં સહીત યાદી જાહેર કરાઈ છે

(11:28 pm IST)