Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શિવરાજસિંહ ચૌહાણને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાથી કોંગ્રેસને વાંધોઃ સરકારીથી કેમ ટાળો છો? પૂછયો સવાલ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના થવા પર કોંગ્રેસએ સીએમ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો પણ હવે કોંગ્રેસએ ઇલાજ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસએ આરોપ લગાવ્યો છે કે સીએમને સરકારી ચિકિત્સા  વ્યવસ્થા પર જ ભરોસો નથી માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા છે શિવરાજસિંહ ચૌહાણ દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જેમને કોરોના થયો છે કોંગ્રેસનો આરોપ કોરોના ગાઇડ લાઇન્સનુ પાલન કર્યુ ન હતું.

(10:14 pm IST)
  • વડોદરાને સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ : આજે 43 કેદીઓને કોરોના પોઝિટિવ : ગઈકાલે પણ 17 કેદીઓ થયા હતા કોરોના સંક્રમિત : છેલ્લા બે દિવસમાં જેલમાં કુલ 60 કેદી કોરોનાગ્રસ્ત access_time 10:13 pm IST

  • ચીનની ટેલિકોમ કંપની હ્યુઆવેઇએ 2020 માટેના તેના ભારતના આવકના લક્ષ્યાંકને 50% સુધી ઘટાડ્યો છે અને તે ભારતમાં તેના અડધાથી વધુ કર્મચારીઓને છૂટા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. access_time 12:41 pm IST

  • સપ્ટેમ્બરમાં ગુજરાતની ૮ બેઠકો માટે યોજાઈ શકે છે પેટાચૂંટણી : ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક : કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યને મળી શકે છે ભાજપની ટીકીટ access_time 5:34 pm IST