Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ફ્રાન્સમાં કોરોનાના ટેસ્ટિંગ મફતમાં કરવાની જાહેરાત

મજબૂત કારણ વગર ટેસ્ટ નહીં કરાય

પેરિસ, તા. ૨૭ : સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફ્રાન્સે ટેસ્ટિંગની ઝડપ વધારવા એક મોટો નિર્ણય લીધો છે.

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને જાહેરાત કરી છે કે હવે કોરોનાનું ટેસ્ટિંગ તદ્દન મફતમાં થશે અને જેમણે પૈસા ચુકવીને ટેસ્ટ કરાવ્યો છે તેમને ટેસ્ટની ફી પાછી આપી દેવામાં આવશે. ફ્રાન્સ સરકારના પગલાનો ઉદ્દેશ્ય દેશમાં કોરોનાના દર્દીઓને ઓળખીને મહામારી ફેલાતી અટકાવવાનો છે. ઓલિવર વેરને જણાવ્યું કે, 'મેં શનિવારે ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આજથી જો કોઈ ડોક્ટરની સલાહ વગર, લક્ષણો વગર કે મજબૂત કારણ વગર પીસીઆર ટેસ્ટ કરાવશે તો પણ તેને ટેસ્ટની સંપૂર્ણ ફી પાછી આપી દેવામાં આવશે.' તે સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ ફ્રાંસમાં વધી રહેલા કોવિડ દર્દીઓની સંખ્યા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી.

(9:53 pm IST)