Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

૮૦૦ કિલોની માછલી વીસ લાખ રૂપિયામાં વેચાઇ ગઈ

ચીલશંકર માછલી જોવા માટે આખું ગામ ઉમટ્યું : પશ્ચિમ બંગાળમાં મળેલી માછલી બજારમાં વેચાવા આવી ત્યારે ખરીદવા માટે રીતસર એક પ્રકારની સ્પર્ધા જામી

કોલકાતા, તા. ૨૭ : પશ્ચિમ બંગાળના એક માછીમારની જાળમાં નાનકડા જહાજ જેવી દેખાતી અને ૮૦૦ કિલો વજન ધરાવતી એક દુર્લભ માછલી પકડાઇ હતી. પશ્ચિમ બંગાળના માછીમારો પશ્ચિમ બંગાળના ડીઘા વિસ્તારમાં રોજની જેમ પાણીમાં જાળ નાખીને બેઠા હતા. એક માછીની જાળમાં વિરલ માછલી ઝડપાઇ હતી. પ્રકારની માછલી અગાઉ વિસ્તારમાં ક્યારેય દેખાઇ નથી એટલે એને જોવા લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં. ૮૦૦ કિલોની માછલી બજારમાં વેચાવા આવી ત્યારે એને ખરીદવા માટે રીતસર એક પ્રકારની સ્પર્ધા જામી હતી. આખરે વીસ લાખ રૂપિયામાં માછલી વેચાઇ હતી. માછલી ચીલશંકર તરીકે ઓળખાય છે. પશ્ચિમ બંગાળમાં માછલી ભાગ્યેજ જોવા મળતી હોય છે.

          જે ટ્રોલરમાં માછલી ઝડપાઇ એનો માલિક મૂળ ઓરિસાનો છે. દીઘા વિસ્તારમાં સ્થાયી થયો છે. જ્યારે કાળા રંગની વિરાટ માછલી લઇને બજારમાં આવ્યો ત્યારે એની આસપાસ વિદેશી ટુરિસ્ટનું ધાડું માછલીને જોવા માટે એકઠું થઇ ગયું હતું. ચાર પાંચ માછીઓએ એક જાડું દોરડું બાંધીને માછલીને વાનમાં ચડાવી હતી. લૉકડાઉન દરમિયાન મળેલી માછલી એને પકડનાર માટે એક લૉટરી જેવી સાબિત થઇ હતી. એને એક માછલીના વીસ લાખ રૂપિયા મળ્યા હતા. દોરડું મોહાના ફિશર્સ એસોસિયેશને આપ્યું હતું. બજારમાં માછલી કિલોના રૂપિયા ૨૧૦૦ના ભાવે વેચાઇ હતી. દીઘાના મોટા ભાગના માછીઓએ કહ્યું હતું કે અમે અગાઉ આવી ચીલશંકર માછલી વિસ્તારમાં છેલ્લાં પચાસ સાઠ વરસમાં કદી જોઇ નથી. માછલીના તેલ અને હાડકાંમાંથી કેટલીક દવાઓ બનાવવામાં આવે છે.

(9:51 pm IST)