Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

EPFOને એપ્રિલ માસ પછી ૩૦૦૦૦ કરોડના ક્લેમ મળ્યા

સબસ્ક્રાઇબર્સે માસિક શ્૭,૫૦૦ કરોડનો ઉપાડ કર્યો : EPFOની FIACએ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી સભ્યોને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા ઉપાડની માહિતી આપી

નવી દિલ્હી, તા. ૨૭ : કોરોનાની મહામારીને પગલે એપ્રિલ પછી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના લગભગ ૮૦ લાખ સબસ્ક્રાઇબર્સે શ્૩૦,૦૦૦ કરોડથી વધુનો ક્લેમ કર્યો છે. મોટા ભાગના ક્લેમ મેડિકલ એડ્વાન્સ અથવા કોવિડ-૧૯ માટેની સ્પેશિયલ વિન્ડો હેઠળના છે. સાથે ઇપીએફઓના સભ્યોએ ૨૦૨૦-લ્લ૨૧માં સરેરાશ માસિક શ્૭,૫૦૦ કરોડનો ઉપાડ કર્યો છે.

ઇપીએફઓએ ૨૦૧૯-લ્લ૨૦માં શ્૭૨,૨૮૯ કરોડના ક્લેમનું સેટલમેન્ટ કર્યું હતું. જેમાં . કરોડ સબસ્કાઇબર્સે શ્૬,૦૨૪ કરોડનો સરેરાશ માસિક ઉપાડ કર્યો હતો. ટોચના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે પીએફ ઉપાડના કેસ પણ અગાઉ કરતાં વધુ ઝડપી બન્યા છે. અત્યારની ઝડપે ઇપીએફઓના ક્લેમનો આંકડો ટૂંક સમયમાં એક કરોડે પહોંચશે તેવો અંદાજ છે. દેશભરમાં કોરોનાને નિયંત્રિત કરવા લોકડાઉન થયું ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને માર્ચ મહિનામાં ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે ઉપાડ માટે ખાસ કોવિડ વિન્ડો શરૂ કરી હતી.

ઇપીએફઓના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઇપીએફઓના ઉપાડમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ અને જોબ ગુમાવનારા લોકો બંનેનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું હતું કે, "કુલ ઉપાડમાંથી લગભગ ૩૦ લાખ લાભાર્થીએ કોવિડ હેઠળ શ્૮,૦૦૦ કરોડનો ઉપાડ કર્યો હતો. બાકીના શ્૨૨,૦૦૦ કરોડની રકમ ઇપીએફઓ સબસ્ક્રાઇબર્સ દ્વારા કરાયેલો સામાન્ય ઉપાડ હતો." આટલો જંગી ઉપાડ આગામી કેટલાક મહિનામાં ઇપીએફઓના રોકાણ પર અસર કરશે. તેની ૨૦૨૦-લ્લ૨૧ની સંસ્થાની આવક પર પ્રતિકૂળ અસર થશે.

ઇપીએફઓની ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી (FIAC) કોવિડ-૧૯ની શરૂઆત થઈ ત્યારથી સભ્યોને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા ઉપાડની માહિતી આપી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, "ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને તમામ બાબતોનું માઈક્રો-લેવલ વિશ્લેષણ રજૂ કરવામાં આવશે." ઇપીએફઓ લગભગ કરોડ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે અને તેનું ભંડોળ શ્૧૦ લાખ કરોડ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રોવિડન્ટ ફંડના મોટા ઉપાડનું કારણે કોવિડ-૧૯ પછી મોટા પાયે રોજગારીનું નુકસાન દર્શાવે છે. સૂત્રના જણાવ્યા અનુસાર "મોટા ભાગના સબસ્ક્રાઇબર્સે લોકડાઉનના પહેલા મહિનામાં રોજગારી ગુમાવી છે."

(9:50 pm IST)