Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મેં રાજ્યપાલ કલરાજ મિશ્રાના વર્તનને લઈ વડાપ્રધાન મોદીને વાત કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું નિવેદન

જયપુર, તા. ૨૭ : રાજસ્થાનના ચાલી રહેલા રાજકીય સંકટને લઈને મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ગહેલોતે જણાવ્યું છે કે, તેમણે રાજ્યપાલ કલરાજ મિશ્રા અંગે રવિવારે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે અને રાજ્યપાલના 'વર્તન' અંગે તેમને અવગત કરાવ્યા હતા. ઉપરાંત ગહેલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પણ વાત કરીને તેમને રાજ્યની સ્થિતિની જાણકારી આપશે. ગહેલોતે જણાવ્યું કે, મેં વડાપ્રધાનની સાથે ગઈ કાલે વાત કરી હતી અને રાજ્યપાલના વર્તન અંગે તેમને જણાવ્યું છે. મેં સાત દિવસ પહેલાના પત્ર પર અંગે પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. ગહેલોતે જણાવ્યું કે, રાજ્યપાલે તેમને પાનાંનો 'પ્રેમ પત્ર' મોકલ્યો હતો. ગયા અઠવાડિયે મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને રાજ્યના રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવ્યા હતા. ત્યારબાદ અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, તેમણે પત્ર એટલા માટે લખ્યો કેમકે તેઓ નથી ઈચ્છતા કે કાલે પછી વડાપ્રધાન કહે કે તેમને આની જાણકારી નહતી.

(9:48 pm IST)