Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સત્ર બોલાવવાની મુખ્યમંત્રી અશોક ગહેલોતની માગણી આખરે સ્વીકારાઈ

રાજસ્થાનમાં સત્તાના રાજકારણમાં ગરમાવો : રાજ્યપાલ કાલરાજ મિશ્રા ઢીલા પડ્યાઃ ગૃહમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા, શરતોને આધિન રહેવા હુકમ

જયપુર, તા. ૨૭ : રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને તેમના કેબિનેટ દ્વારા વિધાનસભા સત્ર બોલાવવાની માંગને રાજ્યપાલ કલરાજ મિશ્રએ સ્વીકારી લીધી છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે સીએમ ગહલોત વારંવાર બહુમતી સાબિત કરવા માટે સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા હતા. માટે કોંગ્રેસ અને ગહલોત ચોતરફથી રાજ્યપાલ પર દબાણ કરવામાં સફળ રહ્યા હતા. રાજ્યપાલે મુખ્યમંત્રીને ૨૧ દિવસની નોટિસ આપવા માટે આદેશ કર્યો છે. જોકે સોમવારે બપોરે વિધાનસભા સત્રો બોલાવવાની માંગનો સ્વીકાર કરતા રાજ્યપાલે કોંગ્રેસના તમામ આરોપને ફગાવી દીધા હતા. રાજ્યપાલનું કહેવું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ફેલાઇ રહેલી સ્થિતિને જોતા ઓછા સમયમાં સદનમાં તમામ ધારાસભ્યોને બોલાવવું મુશ્કેલીભર્યુ સાબિત થશે.

             રાજ્યપાલ મિશ્રએ રાજ્ય સરકારને વિધાનસભા સત્ર બોલાવતા પહેલા ૨૧ દિવસની નોટિસ આપવા જણાવ્યુ હતું તેમજ સદનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન અને શરતોને આધિન રહેવા જણાવ્યુ હતું. પહેલા કોંગ્રેસ અને સીએમ ગહેલોત રાજ્યપાલ પર ઉપરથી દબાણને તાબે થયા હોવાના આરોપ લગાવી રહ્યા હતા. ગહેલોતે મુદ્દે રાજ્યપાલના વર્તૂણકને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા કરી હતી. પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદંબરમે રાજ્યપાલ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું તે વિધાનસભા સત્ર બોલાવવામાં અડચણ ઉભી કરવી સંસદીય લોકતંત્રના મૌલિક આધારને નબળો કરવા જેવું હશે. વિધાનસભામાં સત્ર બોલાવવાની ગહલોતની માંગ પર વિચાર કરવામાં સમય લઇ રહેલા રાજ્યપાલ મિશ્રને કોંગ્રેસે ચોતરફથી ઘેરી લીધા હતા.

(9:39 pm IST)