Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બુધવારથી પવિત્ર હજયાત્રા શરૂ થશે : મક્કામાં હજયાત્રીઓનું આગમન શરૂ : આ વર્ષે કોરોના વાઇરસને કારણે સાઉદી અરેબિયામાં રહેતા લોકો જ યાત્રામાં ભાગ લઇ શકશે : હાજીઓની સંખ્યા 1 થી 10 હજાર વચ્ચે રહેવાની શક્યતા

મક્કા : બુધવારથી પવિત્ર હજયાત્રા શરૂ થઇ રહી છે.તેથી મક્કામાં હાજીઓનું આગમન શરૂ થઇ ગયું છે.આ વર્ષે કોરોના વાઇરસને કારણે સાઉદી અરેબિયામાં રહેતા લોકો જ યાત્રામાં ભાગ લઇ શકશે તેવો નિર્ણય લેવાયો હોવાથી હાજીઓની સંખ્યા 1 થી 10 હજાર વચ્ચે રહેવાની શક્યતા દર્શાવાઈ છે.જે દર વર્ષે 25 લાખ જેટલી થઇ જાય છે.
આ વર્ષે હજ યાત્રા કરનારા સાઉદી અરેબિયન નાગરિકોમાં અડધાથી વધુ વિદેશી મૂળના નાગરિકો હશે તેવો અંદાજ છે.

(7:59 pm IST)