Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સેકટર્સમાં ભારે વેચવાલી

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર પટકાયું : સેન્સેક્સ ૧૯૪ પોઈન્ટ ઘટી ૩૭૯૩૪ પોઈન્ટ પર જ્યારે નિફ્ટી ૬૨ પોઈન્ટ તૂટીને ૧૧,૧૩૧ પોઈન્ટ ઉપર બંધ

મુંબઈ, તા. ૨૭ : દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડે બંધ આવ્યું છે. સપ્તાહના પહેલા દિવસે ટ્રેડિંગ સેશન દરમિયાન બેંકિંગ અને ફાઇનાન્સિલ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૯૪ અંક અથવા .૫૧ ટકા ગગડીને ૩૭,૯૩૪ નજીક સેટલ થયો છે.

જ્યારે નિફ્ટી ૫૦ આંક ૬૨ પોઈન્ટ અથવા .૫૬ ટકા ઘટીને ૧૧,૧૩૧ નજીક બંધ આવ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો આજે ઈન્ડેક્સ ૮૧૩ પોઈન્ટ અથવા .૫૯ ટકાના ગાબડા સાથે ૨૧,૮૪૮ નજીક બંધ આવ્યો છે. સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ટકા અને .૯૮ ટકા પટકાઈને સેટલ થયા છે.

સિવાય વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે એનર્જી, મેન્યુફેક્ચરિંગ, મેટલ, ટેક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સમાં તેજી જોવા મળી. જ્યારે અન્ય સેક્ટર્સ વેચવાલીના કારણે લાલ નિશાનમાં બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૮૫૭ શેર્સમાં તેજી જ્યારે ,૭૯૦ શેર્સમાં મંદી જોવા મળી. જ્યારે ૧૬૧ શેર્સ ફેરફાર વગર રહ્યા.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સોમવારે સ્થિર રહી ૭૪.૮૩ પર બંધ આવ્યો છે. જ્યારે ટ્રેડિંગ દિવસના શરૂઆતી સેશનમાં રૂપિયો ૭૪.૭૦ પર ખુલ્યો હતો. પરંતુ દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં રૂપિયો ફ્લેટ બંધ આવ્યો છે. જ્યારે બીજી તરફ સપ્લાય સામે માંગમાં વધારો થતા સોના-ચાંદીમાં શાનદાર તેજી જોવા મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાનો વાયદા ભાવ ૮૨૫ રૂપિયા ઉછળીને ૫૧,૮૬૦ નજીક પ્રતિ ૧૦ ગ્રામ જ્યારે એમસીએક્સ પર ચાંદીના ભાવ ,૩૬૦ રૂપિયા ચઢી ૬૪,૫૮૩ પ્રતિ કિલો પર બંધ આવ્યા છે.

(7:40 pm IST)